Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL મેચ દરમિયાન સ્ટેડિયમમાં કિસ કરતું ઝડપાયુ કપલ, નેટીઝન્સે મીમ્સનો વરસાદ કર્યો, જુઓ વીડિયો!

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 સીઝનમાં નવી ટીમ ગુજરાત ટાઇટન્સ (GT) એ સતત બીજી મેચ જીતી છે. તેને શનિવારે દિલ્હી કેપિટલ્સ (DC) ને 14 રનથી હરાવ્યું. આ સિઝનમાં દિલ્હીની ટીમની બે મેચમાં આ પ્રથમ હાર છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 સીઝનમાં નવી ટીમ ગુજરાત ટાઇટન્સ (GT) એ સતત બીજી મેચ જીતી છે. તેને શનિવારે દિલ્હી કેપિટલ્સ (DC) ને 14 રનથી હરાવ્યું. આ સિઝનમાં દિલ્હીની ટીમની બે મેચમાં આ પ્રથમ હાર છે. મેચમાં શુભમન ગિલ, મોહમ્મદ શમી, રાશિદ ખાન અને લોકી ફર્ગ્યુસનનો દબદબો હતો, પરંતુ આ સિવાય કોઈ બીજી એક ઘટનાએ સંપૂર્ણ ધ્યાન ખેંચ્યું હતું. વાસ્તવમાં મેચ દરમિયાન એક કપલ 'કિસ' કરતા કેમેરામાં કેદ થયું હતું. જેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો અને દાવો કરવામાં આવ્યો કે આ ઘટના IPL મેચ દરમિયાન જ બની હતી.

કિસ કરતો ફોટો વાયરલ

કિસ કરતો ફોટો વાયરલ

IPLમાં મેદાન પર બનતી રમતનું રેકોર્ડિંગ કરવા સિવાય કેમેરામેન પોતાની નજર અહીં-ત્યાં ફેરવતો રહે છે. આ દરમિયાન જે પણ આકર્ષક વ્યક્તિ, મહિલા કે કોઈપણ વસ્તુ કેદ થઈ જાય છે, તે જોતા જ વાયરલ થઈ જાય છે અને હેડલાઈન્સમાં પણ આવી જાય છે. અત્યાર સુધીમાં સૌથી વધુ મિસ્ટ્રી ગર્લ્સ વાયરલ થઈ છે. હવે આ કિસિંગ કપલ કેદ થયુ છે. તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો અને વિવિધ પ્રકારની કમેન્ટ્સ આવવા લાગી છે.

મેરા દેશ બદલ રહ્યા હૈ, આગે બઢ રહ્યા હૈ

સોશિયલ મીડિયા પર કપલની તસવીર શેર કરતી વખતે અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી હતી. એક યુઝરે લખ્યું- આ કપલ IPL મેચને નેક્સ્ટ લેવલ પર લઈ ગયુ. તે જ સમયે અન્ય એક યુઝરે લખ્યું- મારો દેશ બદલાઈ રહ્યો છે, આગળ વધી રહ્યો છે. અન્ય એક યૂઝરે લખ્યું- એક કપલે IPLમાં અલગ-અલગ ટીમોને સપોર્ટ કરવો જોઈએ, જેથી તેમને સેલિબ્રેટ કરવાનો મોકો મળી શકે.

ગુજરાતની ટીમે દિલ્હીને 14 રને હરાવ્યું હતું

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીર અનુસાર દિલ્હી કેપિટલ્સની ઇનિંગ દરમિયાન ચોથી ઓવરના અંત પછી કિસિંગની ઘટના બની હતી. ત્યાં સુધીમાં દિલ્હીની ટીમે એક વિકેટ ગુમાવીને 32 રન બનાવી લીધા હતા. તે સમયે પૃથ્વી શો અને મનદીપ સિંહ ક્રિઝ પર હતા. મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 6 વિકેટે 171 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમ 9 વિકેટે 157 રન જ બનાવી શકી અને 14 રનથી મેચ હારી ગઈ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X