For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વાર નોંધાઇ આ સિદ્ધિ

|
Google Oneindia Gujarati News

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે ટેસ્ટ શ્રેણની પહેલી મેચ રમાઇ રહી છે. ભારતે પ્રથમ ઇનિંગમાં 457 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ દ્વારા પણ મજબૂતી સાથે પીછો કરતા નવ વિકેટ ગુમાવીને 429 રન બનાવી લીધા છે. ઇંગ્લેન્ડ તરફથી બેટિંગ લાઇનની વાત કરવામાં આવે તો રૂટે સદી ફટકારી છે જ્યારે એન્ડરસન અડધી સદી ફટકારીને રમતમાં છે.

રૂટે 204 બોલનો સામનો કરીને 13 ચોગ્ગાની મદદથી 112 રન બનાવ્યા છે, જ્યારે એન્ડરસને 73 બોલના સામનો કરીને 60 રન બનાવ્યા છે. આ સિવાય ઇંગ્લેન્ડ તરફથી કૂક 5, રોબ્સન 59, બાલન્સ 71, બેલ 25, અલી 14, પ્રાયર 5, સ્ટોક 0, બ્રોડ 47, પ્લુન્કેટ 7 રન બનાવ્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે 4, ઇશાંત શર્માએ ત્રણ અને મોહમ્મદ સામીએ બે વિકેટ ઝડપી છે.

હાલ ઇંગ્લેન્ડ પ્રથમ ઇનિંગમાં 25 રન પાછળ છે. આ સાથે જ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ મેચમાં એક અનોખી સિદ્ધિ કહો કે પછી ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલીવાર બનેલી એક ઘટના બની ગઇ છે. પહેલીવાર કોઇ એક ટેસ્ટમાં 10મી વિકેટ માટે 100 રનની ભાગીદારી નોંધાઇ છે, તો ચાલો તસવીરો સાથે આ સિદ્ધિ અને અન્ય એક સિદ્ધિ પર નજર ફેરવીએ.

ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર નોંધાઇ આ સિદ્ધિ

ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર નોંધાઇ આ સિદ્ધિ

ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આ પહેલીવાર બની રહ્યું છેકે, એક જ મેચમાં 10મી વિકેટ માટે 100 કરતા પણ વધુ રનની ભાગીદારી નોંધાઇ હોય. પહેલા ભારતના ભુવનેશ્વર કુમાર અને સામીએ જ્યારે બીજીવાર એન્ડરસન અને રૂટે 100 રન કરતા વધારે રનની ભાગીદારી નોંધાવી છે.

એન્ડરસન અને રૂટ વચ્ચેની ભાગીદારી

એન્ડરસન અને રૂટ વચ્ચેની ભાગીદારી

એન્ડરસન અને રૂટની જોડીએ 10મી વિકેટ માટે 127* રનની ભાગીદારી નોંધાવી છે. જેમાં એન્ડરસને 60 અને રૂટે 60 રનની ઇનિંગ રમી છે તેમજ આ લખાઇ રહ્યું છે ત્યારે પણ આ જોડી રમી રહી હતી. આ જોડીએ 4.71 રનના રનરેટ સાથે 27.2 ઓવર રમીને ઉક્ત ભાગીદારી નોંધાવી છે અને ઇંગ્લેન્ડના સ્કોરને 9/298થી આગળ વધારી રહ્યાં છે.

ભુવી અને સામી વચ્ચે 111 રનની ભાગીદારી

ભુવી અને સામી વચ્ચે 111 રનની ભાગીદારી

ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ સામીની જોડીએ 10મી વિકેટ માટે 111 રનની ભાગીદારી નોંધાવી હતી. જેમાં ભુવનેશ્વર કુમારે 58 જ્યારે સામીએ 51 રનની ઇનિંગ રમી હતી. આ જોડીએ 2.90ના રનરેટ સાથે 38.1 ઓવર સુધી બેટિંગ કરી ઉક્ત ભાગીદારી નોંધાવી હતી અને ભારતના સ્કોરને 9/346થી 10/457 સુધી પહોંચાડ્યો હતો.

ઇશાંતે પાંચમી વખત લીધી 100 રન આપીને ત્રણ વિકેટ

ઇશાંતે પાંચમી વખત લીધી 100 રન આપીને ત્રણ વિકેટ

ઇશાંત શર્માના વ્યક્તિગત રેકોર્ડની વાત કરવામાં આવે તો ઇશાંત શર્માની ટેસ્ટ કારકિર્દીમાં આ પાંચમીવાર બન્યુ છેકે તેણે 100 કરતા વધુ રન આપીને ત્રણ જેટલી વિકેટ લીધી છે.

English summary
Century partnerships for the 10th wicket in one match, for the first time in Test cricket.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X