Chahal Dhanashree Divorce : ડિવોર્સ લેવા જઈ રહ્યાં છે યજુવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા? જાણો કેમ શરૂ થઈ ચર્ચા?
Yuzvendra Chahal and Dhanashree Verma Divorce : ભારતીય સ્ટાર સ્પીનર યજુવેન્દ્ર ચહલ તેની પર્શનલ લાઈફને લઈને સતત ચર્ચામાં રહે છે. ચહલ તેની પત્ની ધનશ્રી વર્માને લઈને પણ ખુબ ચર્ચામાં રહે છે.
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ 2021માં લગ્ન કર્યા છે. હવે બન્ને બન્ને વચ્ચે બધુ ઠીક ન હોવાના પણ સમાચાર આવી રહ્યાં છે. જો કે આ અંગે બન્નેએ હજુ સુધી કંઈ કીધુ નથી.

ચહલ અને ધનશ્રી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. હવે કેટલીક વસ્તુઓ પછી લાગે છે કે બન્ને વચ્ચે બધુ ઠીક નથી. બંનેનો એકસાથે ફોટો ઘણા સમયથી ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો નથી.
25 ઓગસ્ટથી ઈન્સ્ટાગ્રામ પર ધનશ્રીના એકલાના ફોટા છે પરંતુ ચહલનો કોઈ ફોટો નથી. આ સિવાય ચહલે તેના તાજેતરના ફોટામાં એક કેપ્શન લખ્યુ હતુ. તેણે લખ્યું છે કે તમારી નકારાત્મકતા મારી ઉર્જા છે.
હાલમાં જ ચહલનો એક નવો ફોટો તેના પિતા સાથે સામે આવ્યો છે. ચહલે તેના પિતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતો ફોટો પોસ્ટ કર્યો છે. રસપ્રદ વાત એ છે કે છેલ્લા ઘણા ફોટા પર ધનશ્રી દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
ધનશ્રીના ફોટામાં પણ આ જ વાત છે. તેનો અગાઉનો ફોટો 16 ડિસેમ્બરનો છે પરંતુ તેના પર ચહલ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જો કે બંને હજુ પણ એકબીજાને ફોલો કરે છે પરંતુ રિએક્ટ કરવાનું બંધ કરી દીધું છે. સાથે ફોટા પોસ્ટ કરવાનું પણ બંધ કરી દીધું છે.
આનાથી એવી અટકળો થઈ રહી છે કે બંને વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે અને તે અલગ થઈ શકે છે. જો કે આ માત્ર અટકળો છે, પરંતુ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાય નથી. ચહલ અને ધનશ્રીના પ્રતિભાવની રાહ જોવી જોઈએ.












Click it and Unblock the Notifications
