Champion Trophy 2025 : શું છે ક્રિકેટનુ હાઈબ્રિડ મોડલ? જાણો તેમાં કેવી રીતે રમાશે ચેમ્પિયન ટ્રોફી 2025?

Champions Trophy 2025 : પાકિસ્તાનમાં રમાવા જઈ રહેલી ચેમ્પિયન ટ્રોફી 2025 ને લઈને ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે.

હવે ચેમ્પિટન ટ્રોફીનું આયોજન હાઈબ્રિડ મોડલના આધારે થશે. અહીં તમને સવાલ થાય કે આખરે આ હાઈબ્રિડ મોડલ શું છે અને તેમાં કેવી રીતે ટુનાર્મેન્ટ યોજાશે?

Champions Trophy 2025

જણાવી દઈએ કે, ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યા બાદ આ ફોર્મ્યુલા પર સહમતિ બની છે. હાઈબ્રિડ મોડલ ક્રિકેટમાં પહેલીવાર ઉપયોગમાં લેવાશે એવુ નથી. પહેલા પણ આ ફોર્મ્યુલા અપનાવવામાં આવી છે. જો કે, ICC ટૂર્નામેન્ટમાં આવું પહેલીવાર બની રહ્યું છે.

ક્રિકેટમાં હાઇબ્રિડ મોડેલમાં ટુર્નામેન્ટ એક દેશને બદલે બે દેશોમાં રમાય છે, પરંતુ તે માત્ર એક જ દેશ દ્વારા યોજવામાં આવે છે. 2025 ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા તેની મેચો સંભવિત દુબઈ અથવા કોઈ અન્ય દેશમાં રમશે, પરંતુ ટૂર્નામેન્ટની યજમાની સંપૂર્ણપણે પાકિસ્તાનની હશે. ક્રિકેટમાં આ મોડેલને હાઇબ્રિડ મોડલ કહેવામાં આવે છે.

હાઇબ્રિડ મોડલ પહેલીવાર 2023માં ચર્ચામાં આવ્યું હતું. પાકિસ્તાન 2023 એશિયા કપની યજમાની કરી રહ્યું હતું ત્યારે ભારતે પાકિસ્તાન જવાની ના પાડી દીધી હતી.

આવી સ્થિતિમાં આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડેલમાં રમાઈ હતી. ભારતે શ્રીલંકામાં મેચ રમી હતી. જો કે, હોસ્ટિંગ સંપૂર્ણપણે પાકિસ્તાન પાસે રહ્યું. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પણ શ્રીલંકામાં રમાઈ હતી. આ ફોર્મ્યુલા પીસીબીના તત્કાલીન વડા નજમ સેઠીએ તૈયાર કરી હતી.

જણાવી દઈએ કે, સરહદો પર પાકિસ્તાન દ્વારા સતત ફેલાવવામાં આવી રહેલા આતંકવાદને કારણે ભારતે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય ક્રિકેટ પર સંપુર્ણપણે પ્રતિબંધ મુક્યો છે. બન્ને દેશો માત્ર આઈસીસી ટુનાર્મેન્ટમાં જ એકબીજા સામે રમે છે.

ભારત દ્વારા કોઈપણ પ્રકારની ટુનાર્મેન્ટ માટે પાકિસ્તાન જવાનો સાફ ઈન્કાર કરાયેલો છે. આ જ કારણ છે કે હાઈબ્રિડ મોડલ અપનાવવાની જરૂર પડી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X