• search

શિખરની અડધી સદીથી પાકની ફૈસલાબાદ ટીમ હારી

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  મોહાલી, 19 સપ્ટેમ્બરઃ સુકાની શિખર ધવન(59)ની સતત બીજી અર્ધ શતકીય ઇનિંગ અને પોતાની શાનદાર બોલિંગની મદદથી સનરાઇઝ હૈદરાબાદ ટીમને બુધવારે પાકિસ્તાનની ફેસલાબાદ વૂલ્ભ્સ ટીમને હરાવી ચેમ્પિયન્સ લીગ-2013ના મેઇન રાઉન્ડમાં સ્થાન બનાવી લીધું છે. સનરાઇઝર્સે પંજાબ ક્રિકેટ સંઘ મેદાન પર રમાયેલી પોતાની બીજી ક્વોલિફાઇંગ મેચમાં વૂલ્ભ્સને સાત વિકેટથી હરાવી છે. વૂલ્ભ્સની આ સતત બીજી હાર છે. આ પહેલાંની મેચમાં ઓટાગો વોલ્ટ્સે તેને આઠ વિકેટથી હરાવ્યું હતું. વોલ્ટ્સે બુધવારે શ્રીલંકાની કાંદૂરાતા મરૂંસને મૂખ્ય દ્વારમાં પહોંચી ચુકી છે.

  આ રીતે વૂલ્ભ્સની સાથોસાથ મરૂંસનો સફર પણ સમાપ્ત થઇ ચૂક્યો છે. શુક્રવારે મરૂંસ અને વૂલ્ભ્સ વચ્ચે અંતિમ દોરની ક્વાલીફાઇંગ મેચ રમાશે, પરંતુ આ મેચ બન્ને માટે પ્રતિષ્ઠા બચાવવાથી વિશેષ કંઇ નહીં હોય. વોલ્ટ્સ અને સનરાઇઝર્સ પણ આમને-સામને હશે અને બન્નેનું લક્ષ્ય અજેય રહીંને મેઇન રાઉન્ડનો સફર શરૂ કરવો પડશે. જો કે, સનરાઇઝર્સ માટે વૂલ્ભ્સ દ્વારા આપવામાં આવેલા 128 રનનો લક્ષ્યાંક સહેલો સાબિત થયો. તેણે આ લક્ષ્ય 17.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો. મરૂંસ વિરુદ્ધ મંગળવારે 71 રનની ઇનિંગ રમનાર ઘવને ફરી એકવાર આગેવાની કરતા 50 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો.

  પાર્થિવ પટેલે(23) સાથે સુકાનીએ પહેલી વિકેટ માટે તાબડતોડ અંદાજમાં 68 રન જોડીને જીતનો આધાર નક્કી કરી લીધો. ત્યારબાદ તેણે ડ્યૂમિની(અણનમ 20) સાથે બીજી વિકેટ માટે 44 રન જોડીને આ આધારને વધુ મજબૂત કરી દીધો. પટેલે 21 બોલમાં ત્રણ ચોગ્ગા લગાવ્યા, જ્યારે ડ્યૂમિનીએ 27 બોલમાં એક ચોગ્ગો લગાવ્યો. ડારેન સેમીએ છ બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 14 રનની ઇનિંગ રમી હતી.

  sunrisers-hyderabad-pic
  આ પહેલાં, સનરાઇઝર્સે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. તેના બોલર્સે સુકાની શિખર ધવનના આ વિશ્વાસને સાચો સાબીત કર્યો અને ક્વાલિફાઇંગમાં સામેલ ચાર ટીમોમાંથી સૌથી નબળી મનાઈ રહેલી વૂલ્ભ્સને 20 ઓવરમાં 127 રન પર અટકાવી દીધી. વૂલ્ભ્સે પાંચ વિકેટ ગુમાવી. વૂલ્ભ્સ તરફથી મિસ્બાહ ઉલ હકે સૌથી વધારે અણનમ 56 રન બનાવ્યા. આ ઉપરાંત અમાર મોહમ્મદે 30 અને અલી વકાસે 16 રન જોડ્યા. વકાસ અને મોહમ્મદે પહેલી વિકેટ માટે 44 બોલમાં 48 રનની ભાગીદારી નોંધાવી હતી. મિસ્બાહએ પોતાની 40 બોલની ઇનિંગમાં પાંચ છગ્ગા અને એક ચોગ્ગો લગાવ્યો. સનરાઇઝર્સ તરફથી ઇશાંત શર્મા, થિસિસ પરેરા, અમિત મિશ્રા, કરણ શર્મા અને ડારેન સામીએ એક-એક વિકેટ લીધી.

  English summary
  Sunrisers Hyderabad made it to the main round of Champions League 2013 after registering their second consecutive victory in the qualifying stage on Wednesday night.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more