Champions Trophy 2025: ચેમ્પિયન ટ્રોફીને લઈને ભારત સામે પાકિસ્તાન ઘુંટણીએ? જાણો શું છે લેટેસ્ટ અપડેટ?
ICC Champions Trophy 2025 : 2025 માં પાકિસ્તાનમાં રમાવા જઈ રહેલી ચેમ્પિયન ટ્રોફીને લઈને સતત હંગામાનો માહોલ છે.
એક તરફ પાકિસ્તાન ભારતીય ક્રિકેટ ટીમને પાકિસ્તાનનો પ્રવાસ કરવા દબાણ કરી રહી છે તો બીજી તરફ ભારત સરકાર પાકિસ્તાનને ટીમ નહીં મોકલવાના નિર્ણય પર અડગ છે.

આ સ્થિતી વચ્ચે હવે તમામ ક્રિકેટ ફેન્સની નજર એના પર છે કે ચેમ્પિયન ટ્રોફી પાકિસ્તાનમાં રમાશે કે કેમ? અને પાકિસ્તાનમાં રમાશે તો ભારત રમવા જશે કે નહીં?
આ સસ્પેન્સ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની હોસ્ટિંગ અને હાઇબ્રિડ મોડલને લઈને ચાલી રહેલા સસ્પેન્સ વચ્ચે એક મોટું અપડેટ સામે આવ્યુ છે. 29 નવેમ્બરે ICC બોર્ડ બેઠક દરમિયાન આઈસીસીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને જણાવ્યું છે કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે હવે એક માત્ર વ્યવહારુ વિકલ્પ હાઇબ્રિડ મોડલ છે.
અહેવાલો અનુસાર, પીસીબીએ ટૂર્નામેન્ટ માટે હાઇબ્રિડ મોડલ માટે સંમતિ આપી છે પરંતુ એમ પણ કહ્યું છે કે જો ભારત બહાર નીકળી જાય છે તો ઇવેન્ટની ફાઇનલ લાહોરમાં યોજવામાં આવશે અને જો ભારત ક્યારેય આઇસીસી ટૂર્નામેન્ટની યજમાની કરશે તો તે મેચો હાઇબ્રિડ મોડલ પર રમશે. અહેવાલો અનુસાર, ભારતની તમામ મેચો દુબઈમાં રમાશે.
ICC એ વર્ચ્યુઅલ બોર્ડ મીટિંગમાં સાફ કરી દીધુ છે કે પાકિસ્તાનમાં તમામ મેચોની યજમાની કરવી શક્ય નથી તે પછી આ પગલું લેવામાં આવ્યું છે. PCBએ શરૂઆતમાં સંપૂર્ણ હોસ્ટિંગ અધિકારો પર ભાર મૂક્યો, જો કે સુરક્ષાના કારણે પ્રતિકારનો સામનો કરવો પડ્યો. લાંબી વાટાઘાટો પછી ICC એ સમાધાન તરીકે હાઇબ્રિડ મોડલનો પ્રસ્તાવ મૂક્યો છે.
ICC બોર્ડ બેઠકમાં 12 પૂર્ણ સભ્યો, ત્રણ સહયોગી સભ્યો અને ICC પ્રમુખના પ્રતિનિધિઓ સામેલ હતા અને આ બેઠક સર્વસંમતિ વિના સમાપ્ત થઈ.
PCBના કામચલાઉ કરારે ઉકેલ માટે માર્ગ મોકળો કર્યો છે, હાઇબ્રિડ મોડલ પાકિસ્તાનને આંશિક હોસ્ટિંગ અધિકારો પૂરા પાડે છે, જેથી તે એક મુખ્ય ટૂર્નામેન્ટ સ્થળ તરીકે તેની ભૂમિકા જાળવી શકશે.












Click it and Unblock the Notifications
