‘વિદેશી’ ભારતીયના હાથે તૂટ્યો સચિનનો રેકોર્ડ
હૈમિલ્ટન, 20 ડિસેમ્બરઃ વેસ્ટ ઇન્ડિઝના ડાબોડી બેટ્સમેન શિવનારાયણ ચંદ્રપોલે ટેસ્ટ ક્રિકેટમાં નોટ આઉટ સદી ફટકારવાના મામલે મહાન ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા છે. ચંદ્રપોલે ત્રીજી ટેસ્ટના બીજા દિવસે 122 રનની અણનમ ઇનિંગ રમી. આ સાથે જ તેમની અણનમ સદીની સંખ્યા 17 થઇ ગઇ છે. જ્યારે સચિને ટેસ્ટ ક્રિકેટમાં 16 અણનમ સદી ફટકારી છે.

પોતાની સતકીય ઇનિંગ દરમિયાન ચંદ્રપોલે સર્વાધિક રન બનાવવાના મામલે 10 બેટ્સમેનોની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાના એલન બોર્ડરને પણ પાછળ છોડી દીધા છે. અત્યારસુધી ચંદ્રપોલે 11,119 રન ફટકાર્યા છે, સર્વાધિક રન બનાવવાના મામલે તે છઠ્ઠા સ્થાને છે. જ્યારે આ યાદીમાં તે બ્રાયન લારાથી 754 રન જ પાછળ છે.












Click it and Unblock the Notifications
