For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિનનો ખુલાસો: રિંગમાસ્ટર ચેપલે કર્યું હતું ગાંગુલી જેવા સીનિયર ખેલાડીનું અપમાન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 4 નવેમ્બર: 6 નવેમ્બરના ગૉડ ઓફ ઇન્ડિયન ક્રિકેટર સચિન તેન્ડુલકરના પુસ્તક ''પ્લેઇંગ ઇટ માઇ વે'' પ્રકાશિત થવાની છે જેની કેટલીક વાતો લોકોની સાથે પહેલાં જ આવી ગઇ છે જેના અનુસાર સચિન તેન્ડુલકરે પોતાની આત્મકથા ''પ્લેઇંગ ઇટ માઇ વે''માં ભારતીય ક્રિકેટ ટીમના વિવાદિત પૂર્વ કોચ ગ્રેગ ચેપલ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

હંમેશા એકદમ શાંત દેખાવનાર સચિન તેન્ડુલકરે પોતાની કલમથી ખૂબ ઉગ્ર સ્વરૂપ બતાવ્યું છે. જેના હેઠળ તેમણે ગ્રેગ ચેપલને 'રિંગમાસ્ટર' સુધી લખી દિધું. સચિન તેન્ડુલકરે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ ગ્રેગ ચેપલ પર ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે વેસ્ટઇંડીઝમાં 2007માં યોજાયેલા વર્લ્ડકપ પહેલાં ચેપલે તેમને રાહુલ દ્રવિડ જગ્યાએ ટીમના કેપ્ટન બનાવવાની ઓફર કરી હતી. એટલું જ નહી, સચિને લખ્યું કે ચેપલ હંમેશા પોતાના વિચાર ખેલાડીઓ પર થોપવાનો પ્રયત્ન કરતા હતા.

sachin-book-cover

ચેપલ હંમેશા પોતાના વિચાર ખેલાડીઓ પર થોપવાનો પ્રયત્ન કરતા હતા
સચિન તેન્ડુલકરના મુજબ ચેપલે કહ્યું, ''વર્લ્ડ કપના થોડા મહિનાઓ પહેલાં ચેપલ અમારા ઘરે આવ્યા અને સલાહ આપી કે રાહુલ દ્રવિડની જગ્યાએ હું કેપ્ટન બનું. અમે બંને જો ઇચ્છીએ તો લાંબા સમય સુધી ભારતીય ક્રિકેટ ટીમને કંટ્રોલ કરી શકીએ છીએ.''

સચિને આગળ લખ્યું છે કે તે અને તેમની પત્ની અંજલી ચેપલ દ્વારા કરવામાં આવેલી ઓફર સાંભળીને આશ્વર્યમાં પડી ગયા. સચિન તેન્ડુલકરે કહ્યું ''હું આ સાંભળીને આશ્વર્યમાં પડી ગયો કે ક્રિકેટના સૌથી મોટા ટૂર્નામેંટ પહેલાં કોચને હાલના કેપ્ટન પર વિશ્વાસ નથી.''

ટીમની એકતા ભંગ કરવા માંગતા હતા ચેપલ
સચિન તેન્ડુલકરના અનુસાર ઘટના બાદ તેમણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ને વર્લ્ડકપ માટે ચેપલને ટીમની સાથે વેસ્ટઇંડીઝ ન મોકલવાની સલાહ આપી હતી પરંતુ એમ થયું નહી. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતને તે વર્લ્ડકપમાં બાંગ્લાદેશ અને શ્રીલંકાને હરાવ્યા બાદ ગ્રુપ વર્ગમાંથી વર્લ્ડકપથી બહાર થવું પડ્યું હતું. એટલા માટે હું કહું છું કે ચેપલની કોચિંગમાં ભારતીય ક્રિકેટ બિલકુલ આગળ વધી રહી ન હતી તો મને લાગતું ન હતું કે હું ખોટો છું.''

ચેપલે કર્યું હતું ગાંગુલીનું અપમાન
સચિન તેન્ડુલકરના આ સ્ટેટમેંટ પર ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગલીએ યોગ્ય ગણાવતાં કહ્યું કે તે સચિનની આ વાતથી ખુશ અને સંતુષ્ટ છે કારણ કે તે પણ ગ્રેગ ચેપલનું સન્માન કરતા નથી.

પોતાના આ પુસ્તકમાં ભારત રત્ન સચિન તેન્ડુલકરે એ પણ લખ્યું છે કે ચેપલે પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને ઘણા સીનિયર ખેલાડીઓ સાથે સારું વર્તન કર્યું નથી. એટલા માટે જ્યારે ચેપલ ગયા તો કોઇને દુખ થયું નહી, ટીમના કોઇપણ સભ્યને ચેપલની બરતરફીને લઇને નિરાશા થઇ નહી.

ચેપલ ફક્ત ટીમમાં ફોડ પાડવા માંગતા હતા
સચિન તેન્ડુલકરે લખ્યું છે કે ''ચેપલે ઘણીવાર કહ્યું છે કે તેમને ગાંગુલીના લીધે ભારતીય ટીમના કોચનું પદ મળ્યું હતું પરંતુ ફક્ત એટલા માટે તે આખી જીંદગી ગાંગુલીનું સમર્થન ન કરી શકે. હું બધાને એટલું કહેવા માંગુ છું કે ગાંગુલી દેશના સૌથી સારા ખેલાડીઓમાંથી એક છે અને તેમને ભારતીય ટીમમાં ટકી રહેવા માટે ચેપલના સમર્થન કે સહયોગની જરૂરિયાત ન હતી.''

સચિન તેન્ડુલકરે એ પણ આરોપ લગાવ્યો હતો કે ચેપલ ટીમના ઘણા સીનિયર ખેલાડીને બહાર કરવા માંગતા હતા. સચિન તેન્ડુલકરના અનુસાર ચેપલ ભારતીય ટીમની એકતાને તોડવા માંગતા હતા. ચેપલ ઘણા સીનિયર ખેલાડીઓને બહારનો રસ્તો બતાવવા માંગતા હતા. ઘણા અવસરો પર તો તેમણે વીવીએસ લક્ષ્મણને ઇનિંગની શરૂઆત કરવા માટે કહ્યું. લક્ષ્મણે શાલીનતાથી આ વાતને નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે તે મધ્યક્રમમાં જ ઠીક છે.''

''પછી મેં જોયું કે ચેપલે આ અંગે બીસીસીઆઇ સાથે વાત કરી હતી. સ્પષ્ટ છે કે આ વાતચીત ટીમને નવી ઉર્જા પ્રદાન કરવાની દિશામાં હતી પરંતુ તેનો બીજો હેતુ ટીમમાંથી સીનિયર ખેલાડીઓને નિકાળવાનો હતો.'' અત્રે ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ચેપલ 2007થી 2009 સુધી ભારતીય ટીમના કોચ રહ્યાં હતા.

English summary
Sachin Tendulkar has disclosed that the then India coach or Ringmaster Greg Chappell had made a "shocking" suggestion to him to take over India's captaincy from Rahul Dravid months before the 2007 World Cup in West Indies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X