Chess World Cup : પ્રજ્ઞાનંદ-કાર્લસન વચ્ચે ફાઈનલની પ્રથમ ગેમ ડ્રો, આગળનો મુકાબલો કાલે યોજાશે
ચેસ વર્લ્ડ કપની ફાઈનલ પ્રથમ ગેમમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદ અને વિશ્વના નંબર વન મેગ્નસ કાર્લસન વચ્ચેની પ્રથમ ગેમમાં ડ્રો રહી છે. હવે બંને વચ્ચે આ ફાઇનલ મેચની બીજી ગેમ કાલે રમાશે. આજની ગેમમાં બન્ને વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી.
પ્રજ્ઞાનંદ અને કાર્લસન વચ્ચેની મેચ દરમિયાન કુલ 35 મૂવ જોવા મળ્યા. બંનેએ પોતાની પુરી તાકાત લગાવીને ગેમ ડ્રો સુધી પહોંચાડી દીધી. પોતાના મગજનો ઉપયોગ કર્યો. પ્રજ્ઞાનંદે કાર્લસનને કોઈપણ પોઈન્ટ ન લેવા દીધા અને સતત પ્રેસર બનાવી રાખ્યુ. નકારવા માટે આશ્ચર્યજનક પ્રદર્શન કર્યું અને તેના સાથીઓ સાથે દબાણ કરવાનું ચાલુ રાખ્યું.

હવે બંને વચ્ચે હવે ફાઈનલની બીજી મેચ આવતીકાલે રમાશે. આ મેચમાં બંને ખેલાડીઓ વચ્ચે એક ચૌકાવનારૂ તથ્ય છે. પ્રજ્ઞાનંદનો જન્મ વર્ષ 2005માં થયો છે તો કાર્લસન 2004 માં ગ્રાન્ડમાસ્ટર બન્યો હતો. માત્ર 18 વર્ષના ભારતીય ગ્રાન્ડમાસ્ટરે ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો છે.
આવતીકાલે યોજાનારી આગામી મેચ અંગે પ્રજ્ઞાનંદે કહ્યું કે, આ એક કપરો મુકાબલો હશે. તે (કાર્લસન) ચોક્કસપણે સખત રમશે, પરંતુ હું આજે આરામ કરીશ અને ફ્રેશ થવાનો પ્રયત્ન કરીશ. મને લાગે છે કે આ એક શ્રેષ્ઠ વસ્તુ છે, જે હું આ સમયે કરી શકું છું.












Click it and Unblock the Notifications
