For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિક્સર કિંગ જિંદગીમાં હિટ વિકેટ, બાળકોને નિભાવવા કરે છે બસ સ્ટોપની સફાઇ

|
Google Oneindia Gujarati News

કિસ્મત ક્યારે આકાશમાં અને ક્યારે ભોંય ભેગા કરી દે તે કોઇ જાણી શક્યું નથી. આ જ સ્થિતિ આજે ન્યુઝીલેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર ક્રિસ કેયર્ન્સની છે. તે પોતાનું જીવન દારૂણ સ્થિતિમાં ગુજારી રહ્યો છે. મેચ ફિક્સિંગના દાગને પોતાના નામ આગળથી હટાવવા માટે અને બાળકોનું પેટ ભરવા માટે તે બસ સ્ટોપની સફાઇ કરી રહ્યો છે.

મેચ ફિક્સિંગના મામલાના કારણે તેનો કાયદાકીય ખર્ચ વધી ગયો છે. વધી રહેલા ખર્ચાઓ માટે કેયર્ન્સને રસ્તાઓ પર જઇને કામ માંગવું પડી રહ્યું છે. તેમને ઓકલેન્ડ કાઉન્સિલે નોકરી આપી છે. જેના કારણે તેને ટ્રક ચલાવવો પડી રહ્યો છે અને શહેરના બસ સ્ટોપ પર પાણી છાંટવાનું કામ કરવું પડી રહ્યું છે. તેમને આ નોકરીમાં પ્રતિ કલાક 17 ડોલર મળી રહ્યાં છે. ચાર બાળકોના પિતા પૈસા ભેગા કરવા આકરી મહેનત કરી રહ્યાં છે અને મેચ ફિક્સિંગના દાગને ધોવા માટે સંપૂર્ણપણે પ્રતિબ્ધ છે.

નોંધનીય છેકે, ક્રિસ કેયર્ન્સને ક્રિકેટની દુનિયામાં શ્રેષ્ઠ ઓલ રાઉન્ડર કહેવામાં આવે છે. ન્યુઝીલેન્ડની ટીમને એકમાત્ર આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડવામાં તેણે મોટી ભૂમિકા અદા કરી હતી. વર્ષ 2000માં કેન્યામાં રમાયેલા ટ્રોફીની ફાઇનલમાં ભારત વિરુદ્ધ કેયર્ન્સે સદી ફટકારી ન્યુઝીલેન્ડને વિજયી બનાવ્યું હતું. છગ્ગા ફટકારવામાં માહેર કેયર્ન્સના નામ પર ટેસ્ટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ હતો, પરંતુ તેને ઓસ્ટ્રેલિયાના ગિલક્રિસ્ટે તોડી નાંખ્યો હતો.
આ પણ વાંચોઃ- 10 રાષ્ટ્ર, 10 ખેલાડીઃ જેમને કહેવાય છે ટી20ના રનમશીન
આ પણ વાંચોઃ- શું આ 2011ના સ્ટાર ખેલાડીઓ વગર વિશ્વકપ જીતી શકશે ભારત?

કેસની કાર્યવાહી સામે લડી રહ્યો છે કેયર્ન્સ

કેસની કાર્યવાહી સામે લડી રહ્યો છે કેયર્ન્સ

કેયર્ન્સ હાલ કેસની કાર્યવાહી સામે લડી રહ્યો છે. 44 વર્ષિય કેયર્ન્સ અંગે તેના મિત્ર ડિયોન નૈશે ન્યુઝીલેન્ડ હેરાલ્ડને આ જાણકારી આપી. ડિયોન અનુસાર કેયર્ન્સ પોતાના પરિવાર માટે આકરી મહેનત કરી રહ્યો છે. બસ સ્ટોપને સાફ કરી તે હિંમતનો પરચો આપી રહ્યો છે.

કેયર્ન્સ અને શું કહ્યું તેના મિત્રએ

કેયર્ન્સ અને શું કહ્યું તેના મિત્રએ

ડિયોને જણાવ્યું કે, હું તેને સપોર્ટ કરવા માટે જે કરી શકું છું તે કરી રહ્યો છું, પરંતુ તેનું નામ ફિક્સિંગમાં લાવવામાં આવ્યું છે. એક મિત્ર તરીકે આ જોવું ઘણું જ મુશ્કેલ છે, પરંતુ તે એક ચેમ્પિયન છે અને આ બધામાંથી તે બહાર આવશે. માહિતી અનુસાર કેયર્ન્સે પોતની તમામ કમારી ફેક્સિંગ કેસની લડાઇમાં ગુમાવી દીધી છે. હવે તે આ કામ થકી પોતાની પત્ની અને ચાર બાળકોનો ખર્ચ ઉઠાવી રહ્યો છે.

2010માં કેયર્ન્સ હતો ડાયમંડ ટ્રેડર

2010માં કેયર્ન્સ હતો ડાયમંડ ટ્રેડર

ન્યુઝીલેન્ડ માટે 62 ટેસ્ટ, 215 વનડે અને બે ટી20 રમી ચૂકેલો કેયર્ન્સ વર્ષ 2010માં ડાયમંડ ટ્રેડર તરીકે કામ કરતો હતો અને પોતાની ત્રીજી પત્ની મેલ ક્રોઝરને પ્રપોઝ કરવા માટે તેણે 3.2 કેરેટનો ડાયમંડ ખરીદ્યો હતો.

શું કહે છે તેની પત્ની

શું કહે છે તેની પત્ની

કેયર્ન્સની પત્ની ક્રોઝરે એક મેગેઝીનમાં પોતાના પતિના કામ અંગે જણાવ્યું છે. તેણે કહ્યું કે, કેયર્ન્સ પાસે અન્ય કોઇ વિકલ્પ નથી. બધાની જેમ અમારે પણ બિલ આવે છે, અમારી પાસે ઘર પણ નથી, અમે મુશ્કેલીનો સામનો કરીને ભાડૂ ભરી રહ્યાં છીએ.

English summary
Former New Zealand cricketer cleaning bus shelters to support his family
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X