For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું આ 2011ના સ્ટાર ખેલાડીઓ વગર વિશ્વકપ જીતી શકશે ભારત?

|
Google Oneindia Gujarati News

ટીમ ઇન્ડિયા હાલ વનડે ક્રિકેટ થકી પોતાના તમામ ટીકાકારોના મોઢે તાળા લગાવવામાં સફળ રહી છે. ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીમાં જે કારમો પરાજય મળ્યો હતો તેના પછી વનડે શ્રેણી થકી ટીમ ઇન્ડિયાએ પુરનાગમન કરતા 3-1થી શ્રેણી જીતી લીધી. આ જોઇને દરેક ક્રિકેટ ચાહક ખુશ હશે, પરંતુ વાત જ્યારે આગામી વિશ્વકપ અંગે કરવામાં આવે તો ટીમમાં અનેક ઉણપો હોવાનું જણાઇ આવે છે. આગામી વર્ષે ભારત જ્યારે આઇસીસી વિશ્વકપ રમવા માટે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા પહોંચશે ત્યારે તેના પર વિશ્વકપના ટાઇટલને જાળવી રાખવાનું દબાણ હશે, પરંતુ હાલની ટીમને જોવામાં આવે તો વિશ્વકપમાં બીસીસીઆઇ નવી ટીમને ઉતારવાનું વિચારી રહી છે અને જો એવું થાય તો ભારત માટે પોતાની બાદશાહતને જાળવી રાખવું મુશ્કેલ થઇ જશે.

વિશ્વકપ 2011માં ભારતનું પ્રતિનિધિત્વ કરનારાઓમાંથી માત્ર ત્રણ ખેલાડી જ હાલની ટીમમાં છે. જેમાં સુકાની મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી અને સુરેશ રૈના. જ્યારે ભારતને આ ઐતિહાસિક પળો આપનારી આખી ટીમ બદલાઇ ગઇ છે. 2011માં મેન ઓફ ધ ટૂર્નામેન્ટ બનેલો યુવરાજ સિંહ ઘણા લાંબા સમયથી ટીમની બહાર છે. તો હરભજન અને ઝહીર ખાન માટે પણ ટીમમાં પરત ફરવું મુશ્કેલ છે. મુનાફ પટેલ જાણે કે ક્યાંક ગાયબ થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે. તો ગૌતમ ગંભીર અને વિરેન્દ્ર સેહવાગ પણ ટીમની બહાર છે. જ્યારે મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની વાત કરવામાં આવે તો તેમણે નિવૃત્તિ લઇ લીધી છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે શું આ ખેલાડીઓ વગર ભારત વિશ્વકપનો ખિતાબ પોતાની પાસે જાળવી રાખશે ખરું?

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

ઇનિંગઃ- 9
રનઃ- 482
સર્વાધિકઃ- 120
એવરેજઃ- 53.55
સ્ટ્રાઇક રેટઃ-91.98
સદીઃ- 2
અડધી સદીઃ- 2

વિરેન્દ્ર સેહવાગ

વિરેન્દ્ર સેહવાગ

ઇનિંગઃ- 8
રનઃ- 380
સર્વાધિકઃ- 175
એવરેજઃ- 47.50
સ્ટ્રાઇક રેટઃ-122.58
સદીઃ- 1
અડધી સદીઃ- 1

ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર

ઇનિંગઃ- 9
રનઃ- 393
સર્વાધિકઃ- 97
એવરેજઃ- 43.66
સ્ટ્રાઇક રેટઃ-85.06
અડધી સદીઃ- 4

યુવરાજ સિંહ

યુવરાજ સિંહ

ઇનિંગઃ- 8
રનઃ- 362
સર્વાધિકઃ- 113
એવરેજઃ- 90.50
સ્ટ્રાઇક રેટઃ-86.19
સદીઃ- 1
અડધી સદીઃ- 4
વિકેટઃ- 15
શ્રેષ્ઠઃ-5/31

હરભજન સિંહ

હરભજન સિંહ

ઇનિંગઃ- 9
વિકેટઃ- 9
શ્રેષ્ઠ પ્રદર્શનઃ- 3/53
ઇકોનોમીઃ- 4.48

ઝહીર ખાન

ઝહીર ખાન

ઇનિંગઃ- 9
વિકેટઃ- 21
શ્રેષ્ઠ પ્રદર્શનઃ- 3/20
ઇકોનોમીઃ- 4.83

મુનાફ પટેલ

મુનાફ પટેલ

ઇનિંગઃ- 8
વિકેટઃ- 11
શ્રેષ્ઠ પ્રદર્શનઃ- 4/48
ઇકોનોમીઃ- 5.36

English summary
is team india will remain wc title without star players
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X