ગેઇલ ટી20નાં સૌથી ખતરનાક ખેલાડીઃ વોટ્સન

shane watson
સિડની, 11 ઑક્ટોબરઃ ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન શેન વોટ્સને કહ્યું છે કે હાલના સમયે વેસ્ટઇન્ડિઝના ક્રિસ ગેઇલ ટી20 ફોર્મેટમાં સૌથી ખતરનાક ખેલાડી છે. વોટ્સનના મતાનુસાર, તે કોઇપણ પ્રકારની બોલિંગમાં આક્રમણ સાથે સહેલાયથી રન બનાવી શકે છે.

શ્રીલંકામાં રમાયેલા ટી20 વિશ્વકપની સેમીફાઇનલમાં તેણે શાનદાર પ્રદર્શન કરીને અમને દબાણમાં લાવી દીધા હતા. તે એક એવા ખેલાડી છે, જે ક્રિસ હોવા માત્રથી ટીમનો આત્મવિશ્વાસ વધી જાય છે, તેમ વોટ્સને કહ્યું છે.

તાજેતરમાં સમાપ્ત થયેલા ટી20 વિશ્વકપના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે જાહેર કરવામાં આવેલા વોટ્સન ચેમ્પિયન્સ લીગ 2012માં સિડની સિક્સર્સ તરફથી રમશે જ્યારે રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર આ ટૂર્નામેન્ટમાં ક્વોલિફાઇ નહીં કરી શકતા ક્રિસ ગેઇલ આ લીગમાં ભાગ લઇ રહ્યાં નથી.

શેન વોટ્સને કહ્યું છે કે ઓસ્ટ્રેલિયા માટે બોલિંગ અને બેટિંગ બન્નેની શરૂઆત કરું છું અને મારી સફળતાથી ટીમના પ્રદર્શન પર અસર પડે છે, પરંતુ મારી નજરમાં ક્રિસ ગેઇલ ટી20ના સૌથી ખતરનાક ખેલાડી છે. તેઓ પોતાની હાજરીથી જ પ્રભાવ પાડી દે છે. મારા મતે તમે ગેઇલથી ખતરનાક ટી20 ખેલાડી ક્યારેય કોઇને નહીં જોઇ શકો. બોલિંગની વાત કરુંતો લસિથ મલિંગા ટી20ના સૌથી પ્રભાવશાળી બોલર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X