રહસ્યમયી સ્પિનર સુનીલ નારાયણની એક્શન સંદિગ્ધ

હૈદરાબાદ, 30 સપ્ટેમ્બરઃ વેસ્ટઇન્ડિઝના રહસ્યમયી સ્પિનર સુનીલ નારાયણની સોમવારે કોલકતા નાઇટ રાઇડર્સ અને ડોલ્ફિન્સ વચ્ચેની ચેમ્પિયન્સ લીગ ટી20 મેચ દરમિયાન સંદિગ્ધ બોલિંગ એક્શન માટે રિપોર્ટની મોકલવામાં આવેલી આઇસીસીના ચકિંગ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાનમાં નવો મામલો છે.

Sunil-Narine-reported-for-suspect-action
ચેમ્પિયન્સ લીગ આયોજન સમિતિએ સોમવારે મોડી રાત્રે મીડિયાને જારી કરેલી પ્રેસ રિલિઝમાં પૃષ્ટિ કરી છેકે મેદાનમાં અમ્પાયર અનિલ ચૌધરી અને ચેટ્ટિહોડી શમશુદ્દીન સાથે ત્રીજા અમ્પાયર કુમાર ધર્મસેનાએ નારાયણના ઝડપી બોલ પર શંકા વ્યક્ત કરી છે. કહેવામાં આવ્યું છેકે, મેચ પૂર્ણ થયા બાદ આ અમ્પાયરોએ નારાયણ અંગે રિપોર્ટ કર્યો છે. રિપોર્ટ ખાસ કરીને નારાયણની ઝડપી બોલ સાથે સંબંધિત છે. વધુમાં કહેવામાં આવ્યું છેકે, ચેમ્પિયન્સ લીગ ગેરકાયદે બોલિંગ એક્શન નીતિ હેઠળ નારાયણ બીસીસીઆઇ સંદિગ્ધ બોલિંગ એક્શન સમિતિને અધિકૃત આકલન કરવા માટે આગ્રહ કરી શકે છે.

નારાયણને ચેતાવણી સૂચિમાં રાખવામાં આવ્યો છે તથા તે પોતાની ટીમ તરફથી મેચો રમી શકે છે. નારાયણ વિરુદ્ધ બીજી વખત આ પ્રકારે રિપોર્ટ કરવામાં આવશે તો તેને ચેમ્પિયન્સ લીગ ટી20માં બોલિંગ કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવી શકે છે. જોકે તે બેટ્સમેન તરીકે રમી શકે છે.

વધુમાં કહેવામાં આવ્યું છેકે, સંદિગ્ધ બોલિંગ એક્શન માટે નિલંબિત કરવામાં આવેલા બોલર્સને મેચમાં રમવા માટે પસંદ કરી શકાય છે, પરંતુ તે બોલિંગ કરી શકે નહીં. નારાયણ છેલ્લા ચાર સત્રથી કેકેઆર તરફથી રમી રહ્યો છે અને પોતાની ટીમને બે વખત આઇપીએલ ટાઇટલ અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. વર્તમાન ચેમ્પિયન્સ લીગ ટી20માં તે 11 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. નોંધનીય છેકે, સંદિગ્ધ બોલિંગ એક્શન મામલે પાકિસ્તાનના ઓફ સ્પિનર સઇદ અજમલ પર પહેલાથી જ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને લાહોર લાયન્સના બે બોલર અદનાન રસૂલ અને મોહમ્મદ હાફીઝ વિરુદ્ધ પણ સંદિગ્ધ બોલિંગ એક્શન માટે રિપોર્ટ કરવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X