For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ખેલાડીઓ બની શકે છે ભવિષ્યના સ્ટાર ક્રિકેટર્સ

|
Google Oneindia Gujarati News

2011ના વિશ્વકપ બાદ અનેક દિગ્ગજ ખેલાડીઓએ ક્રિકેટ ક્ષેત્રમાંથી નિવૃત્તિ લીદી છે, સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ, મહિલા જયવર્ધને, રાહુલ દ્રવિડ, જેક કાલિસ સહિત અનેક એવા નામો છે, જેમના વગર ક્રિકેટનું મેદાનમાં સન્નાટો છવાયો છે, આ લોકો માત્ર ક્રિકેટર્સ જ નહીં પરંતુ એવા ખેલાડી અને રોલ મોડલ્સ પણ હતા કે જેમને રમતા જોઇને અનેક યુવાનો ક્રિકેટ ક્ષેત્રને પોતાની કારકિર્દી બનાવવાનું સ્વપ્ન જોવા લાગ્યા છે.

જોકે આ ખેલાડીઓની ખોટ પૂરવા માટે કેટલાક યુવા ચેહારો વિશ્વ ક્રિકેટમાં દસ્તક કરી રહ્યાં છે અને એ ખાલી પડેલા સ્થાનને ભરવાની પ્રતિભા ધરાવે છે. આજે અમે અહીં તસવીરો થકી એવા જ પાંચ ખેલાડીઓ અંગે જણાવી રહ્યાં છે, જેને ભવિષ્યના સ્ટાર ખેલાડી તરીકે જોવામાં આવી રહ્યાં છે.

આ પણ વાંચોઃ- વિરાટ કોહલી અને અનુષ્કા વચ્ચે બીસીસીઆઇ બન્યુ ‘એક વિલન'
આ પણ વાંચોઃ- ‘ધ વૉલ' પર BCCIની નજર, દ્રવિડ લેશે ફ્લેચરનું સ્થાન?
આ પણ વાંચોઃ- ટીમ ઇન્ડિયાના ડિરેક્ટર રવિ શાસ્ત્રીની 12 અજાણી વાતો

જોસ બટ્લર

જોસ બટ્લર

ઇંગ્લેન્ડના આ વિકેટકપીર બેટ્સમેને ઓછા સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની છાપ છોડી દીધી છે. ટી20 ક્રિકેટની પ્રોડક્ટ ગણાતો આ બેટ્સમેન મેદાનમાં કોઇપણ ખૂણામાં શોટ રમવાનો દમ રાખે છે. મૈટ પ્રાયરના સ્થાને આવેલા આ વિકેટકીપર ખેલાડીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. 23 વર્ષિય આ ખેલાડીની વનડે ક્રિકેટમાં 128ની અને ટી20 ક્રિકેટમાં 134ની સ્ટ્રાઇક રેટ છે. તેને ગિલ્ક્રીસ્ટ જેવો ખેલાડી માનવામાં આવી રહ્યો છે.

જોએ રૂટ

જોએ રૂટ

ઇંગ્લેન્ડના આ ખેલાડીને ભવિષ્યનો સુકાની માનવામાં આવે છે, માત્ર 23 વર્ષની ઉમરે આ સ્ટાઇલિશ ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની છાપ છોડી છે. ભારત વિરુદ્ધ ભારતીય મેદાનમાં ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરનારા આ ખેલાડીએ 22 મેચોમાં 50ની એવરેજથી 1732 રન બનાવ્યા છે.

પૈટ ક્યુમિન્સ

પૈટ ક્યુમિન્સ

ત્રણ વર્ષ પહેલા માત્ર 18 વર્ષની ઉમરે દક્ષિણ આફ્રિકા ટીમની છ વિકેટ લઇને ચર્ચામાં આવેલા ક્યુમિન્સ અન્ડર 19 ક્રિકેટથી જ ચર્ચામાં આવી ગયો હતો. તેના વિશે કહેવામાં આવે છેકે તે 150 કિ.મીની સ્પીડમાં આઉટ સ્વિંગર ફેંકી શકે છે.

ક્વિંટન ડી કોક

ક્વિંટન ડી કોક

દક્ષિણ આફ્રિકાના આ નવા સિતારાએ વનડે ક્રિકેટમાં હજુ માત્ર 21 મેચો જ રમી છે, પંરતુ તેની ગણના મોટા ખેલાડીઓમાં થવા લાગી છે. આ વિકેટકીપર બેટ્સમેને વનડેમાં સૌથી ઝડપી પાંચ સદી અને 21 ઇનિંગમાં 1000 રન બનાવી બે રેકોર્ડ પહેલાથી જ પોતાના નામે કરી લીધા છે.

સંજૂ સૈમસન

સંજૂ સૈમસન

જેની પાછળ એક મોટો સિતારો મહેનત કરતો હોય તેની ગણના મોટા સિતારાઓમાં થાય તે સ્વાભાવિક છે. રાહુલ દ્રવિડે આ વિકેટકીપર બેટ્સમેન પર લગભગ બે વર્ષ કામ કર્યું છે. માત્ર 19 વર્ષમાં દેશના ચર્ચિત ચહેરામાં સામેલ થનારા સૈમસનને અનેક લોકો ભવિષ્યનો સુકાની તો કેટલાક લોકો તેને ધોની અને સચિન માની રહ્યાં છે.

English summary
cricket's future star players
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X