ટીમ ઇન્ડિયાના ડિરેક્ટર રવિ શાસ્ત્રીની 12 અજાણી વાતો
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની રવિ શાસ્ત્રીને ટીમ ઇન્ડિયાના ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી દરમિયાન ટીમ ઇન્ડિયાએ જે પ્રમાણે પ્રદર્શન કર્યું હતું, તેને જોતા બીસીસીઆઇ ફરી એક વખત રવિ શાસ્ત્રીના શરણે ગઇ હતી. આ પહેલા પણ જ્યારે 2007માં વિશ્વકપમાં ભારતે ખરાબ પ્રદર્શન કર્યું હતું, ત્યારે રવિ શાસ્ત્રીને ટીમના ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા.
રવિ શાસ્ત્રી પોતાના સમયના એક સારા ક્રિકેટર્સ હતા અને ટીમ માટે ઓપનિંગ બેટિંગ પણ તેમણે કરેલું છે. ટેસ્ટ ક્રિકેટ હોય કે વનડે ક્રિકેટ રવિ શાસ્ત્રી પોતાની લાક્ષણિક અદાથી બેટિંગ કરવા માટે જાણીતા હતા. જોકે એવી ઘણી બધી બાબતો છે, જે એક ક્રિકેટ ચાહક તરીકે ઘણા લોકો રવિ શાસ્ત્રી અંગે નહીં જાણતા હોય, જેને ધ્યાનમાં રાખીને આજે અમે ટીમ ઇન્ડિયાના ડિરેક્ટર રવિ શાસ્ત્રીની 12 અજાણી વાતો તસવીરો થકી જણાવી રહ્યાં છીએ, તો ચાલો તેના પર નજર ફેરવીએ.
આ પણ વાંચોઃ- ફોર્મ સુધારવા કાઉન્ટીના શરણે પૂજારા, આ દિગ્ગજો પણ લઇ ચૂક્યા છે ભાગ
આ પણ વાંચોઃ- 11 ધર્મ આધારિત ઈન્ડિયન ટેસ્ટ ક્રિકેટની અજાણી વાતો
આ પણ વાંચોઃ- પૂર્વ સફળ સુકાની ગાંગુલીએ આપી ધોનીને 'કેપ્ટન્સી ટીપ્સ'

બહુ ઓછાને ખબર હશે રવિ શાસ્ત્રીનું આખુ નામ
બહુ ઓછા લોકો હશે કે જેમને રવિ શાસ્ત્રીનું આખુ નામ ખબર હશે. તેમનું આખું નામ રવિશંકર શાસ્ત્રી છે, પરંતુ દરેક સ્થળે તેમને રવિ શાસ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેમને શાઝ તરીકે પણ ઓળખવામા આવે છે, તેઓ વસિમ અક્રમ સાથે એક કાર્યક્રમ લઇને આવ્યા હતા, જેનું નામ હતું ધ શાઝ એન્ડ ધ વાઝ શો.

ચાર બોલમાં ત્રણ વિકેટ
ન્યુઝીલેન્ડ માટેની ભારતીય ટીમમાં જ્યારે રવિ શાસ્ત્રીની પસંદગી કરવામાં આવી ત્યારે તેઓ કોલેજમાં હતા. તેઓ પહેલી ટેસ્ટના એક દિવસ પહેલા જ વેલિંગ્ટન પહોંચ્યા હતા. આ શ્રેણી દરમિયાન વેલિંગ્ટન ખાતે રમાયેલી પહેલી ટેસ્ટની દરેક ઇનિંગમાં તેમણે ત્રણ વિકેટ લીધી હતી. સેકન્ડ ઇનિંગમાં તેમણે ચાર બોલમાં ત્રણ વિકેટ લીધી હતી, અને આ તમામ કેચ દિલિપ વેંગેસ્કરે પકડ્યા હતા.

ભારતીય ક્રિકેટના પોસ્ટર બોય
પોતાના યુવાનીકાળમાં રવિ શાસ્ત્રી ઘણા જ ઉંચા અને સુંદર દેખાવ ધરાવતા હતા, તેથી તેમને ભારતીય ક્રિકેટના પોસ્ટર બોય કહેવામાં આવતા હતા, આ ઉપરાંત તેમને તેમના સુંદર દેખાવ બદલ લેડિઝ મેન પણ કહેવામા આવતા હતા.

10 નબંરે બેટિંગ કરીને કરી હતી શરૂઆત
રવિ શાસ્ત્રીએ પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત 10 નંબર પર બેટિંગ કરીને કરી હતી, જોકે બે જ વર્ષની અંદર તેઓ ઓપનિંગ બેટિંગ કરતા થઇ ગયા હતા.

શાસ્ત્રીની ઓપનિંગ તરીકે એવરેજ
રવિ શાસ્ત્રીની ઓપનર તરીકેની એવરેજ 44.04ની હતી અને જ્યારે તેઓ નિવૃત થયા ત્યારે તે સુનિલ ગાવસ્કર કરતા થોડીક જ નીચે હતી, એકમાત્ર વિરેન્દ્ર સેહવાગ ઓપનર તરીકે રવિ શાસ્ત્રીની એવરેજને પછાડી શક્યો છે.

પાકિસ્તાન, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે શ્રેષ્ઠ દેખાવ
ઘરેલુ મેદાન બહાર સારું પ્રદર્શન કરવા પરથી બેટ્સમેનની ક્ષમતાને માપવામાં આવતી હોય છે. સદી ફટકારવાની વાત કરવામા આવે તો પણ રવિ શાસ્ત્રીનો શાનદાર રેકોર્ડ છે, રવિ શાસ્ત્રીએ 39.69ની એવરેજથી ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ સામે સાત સદીઓ ફટકારી છે. ઓસ્ટ્રેલિયામાં એક ઓપનિંગ બેટ્સમેન તરીકે તેમની એવરેજ 60ની હતી.

રવિ શાસ્ત્રીના પિતારઇ પણ હતા ખેલાડી
માત્ર રવિ શાસ્ત્રી જ નહીં તેમના પિતરાઇ મૃદુલા શાસ્ત્રી પણ ભારતીય મહિલા ટીમના સુકાની હતા, તેઓ સ્વિમર અને વોટર પોલો ખેલાડી હતા.

બીજી ફાસ્ટેસ્ટ બેવડી
1985માં રણજી ટ્રોફી દરમિયાન બરોડા સામે તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ બેવડી સદી ફટકારી હતી. તેમજ આ મેચ દરમિયાન તેમણે એક ઓવર છ છગ્ગા ફટકાર્યા હતા.

શાસ્ત્રીના લગ્ન
રવિ શાસ્ત્રીએ 1990માં રિતુ સિંહ સાથે લગ્યન કર્યા હતા, તેમને એક પુત્રી છે એલ્કા, જેનો જન્મ 2008માં થયો હતો, ત્યારે તેઓ 46 વર્ષના હતા.

ટેલેન્ટ મેનેજમેન્ટ શરૂ કર્યું
2003માં રવિ શાસ્ત્રીએ રેડિફ્યુઝન ડીવાય એન્ડ આર સાથે ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની શરૂ કરી હતી, જેનું નામ હતું શોડિફ વર્લ્ડવાઇડ.

યુનિસેફના ગુડવિલ એમ્બેસેડર
રવિ શાસ્ત્રી યુનિસેફ માટે નેશનલ ગુડવિલ એમ્બેસેડર હતા, ત્યારબાદ આ સન્માન સચિન તેંડુલકરને પણ આપવામાં આવ્યું છે.

સેલિબ્રિટી ટોર્ચ બેરિયર
2008માં ઓમનમાં ઓલમ્પિક ટોર્ચ રેલીમાં તેઓ સેલિબ્રિટી ટોર્ચ બેરિયર હતા.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ?









Click it and Unblock the Notifications
