• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

11 ધર્મ આધારિત ઈન્ડિયન ટેસ્ટ ક્રિકેટની અજાણી વાતો

|

ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, અમુક ઐતિહાસિક ઘટનાઓ કે જેમાં ધર્મને લઇને રમખાણો થયેલી ઘટનાને બાદ કરવામાં આવે તો હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ, પારસી સહિત અનેક ધર્મના ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતની બિનસાપ્રંદાયિકતાને પ્રસ્તૃત કરી છે. આજે અમે અહીં એવી જ કેટલીક ઇતિહાસની અટારીમાં છૂપાયેલી ધર્મ અનેક દેશ એકના ઉદ્દેશ્યને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચમકાવનારી ટીમ ઇન્ડિયા અંગે જણાવી રહ્યાં છીએ.

હાલ ભારત ઇંગ્લેન્ડના પ્રવાસે છે, જ્યા તેણે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી રમી, જેમાં પણ આપણને એક નહીં પરંતુ અનેક ધર્મના ખેલાડીઓને રમતા નિહાળ્યા છે, જેમાં હિન્દુ, મુસ્લિમ અને ક્રિશ્ચિયન ખેલાડીઓ છે. વાત એ ટીમની કરવામાં આવે તો તેમાં મોહમ્મદ સમી, સ્ટુઅર્ટ બિન્ની અને વરુણ એરોન જેવા ખેલાડીઓ ગર્વભેર ભારતને ઇંગ્લેન્ડની ધરતી પર રિપ્રેઝન્ટ કરી રહ્યાં હતા, તો ચાલો તસવીરો થકી આવી જ કેટલીક ઘટનાઓ પર પ્રકાશ પાડીએ.

આ પણ વાંચોઃ- ઇંગ્લેન્ડમાં ખરાબ પ્રદર્શનઃ કોહલી-પૂજારાએ બનાવ્યા નવા રેકોર્ડ

આ પણ વાંચોઃ- ફરી રવિ શાસ્ત્રીના શરણે બીસીસીઆઇ, બનાવ્યા ટીમ ડિરેક્ટર

આ પણ વાંચોઃ- વિશ્વ ક્રિકેટનો 'ફાસ્ટેસ્ટ' ઉભરતો સિતારો, કોહલીને પણ રાખી દીધો પાછળ

આ પણ વાંચોઃ- ટેસ્ટ રેન્કિંગઃ ભારતીય બેટ્સમેનોને પછડાટ, અંગ્રેજોએ લગાવી છલાંગ

પહેલી ટેસ્ટ મેચ

પહેલી ટેસ્ટ મેચ

ભારતની પહેલી ટેસ્ટ મેચ 1932માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ લોર્ડ્સ ખાતે રમાઇ હતી. જેમાં ચાર હિન્દુ(એસકે નાયડુ, જનાર્દન નાવ્લે, નાઉમલ જાઉમલ અને અમર સિંહ), ચાર મુસ્લિમ(વઝીર અલી, નઝીર અલી, જહાંગીર ખાન અને મોહમ્મદ નિસાર), બે પારસી(સોરાબજી કોલાહ અને ફિરોઝ પાલિઆ) તથા એક શીખ(લાલ સિંહ હતા)

ટીમ ઇન્ડિયામાં હિન્દુ-મુસ્લિમ એકતા

ટીમ ઇન્ડિયામાં હિન્દુ-મુસ્લિમ એકતા

1933-34માં જ્યારે ઇડન ગાર્ડન ખાતે ભારતે પોતાની ત્રીજી ટેસ્ટ મેચ રમી હતી ત્યારે પહેલીવાર ટીમમાં માત્ર હિન્દુ અને મુસ્લિમ ખેલાડીઓને સમાવાયા હતા, જેમાં સાત હિન્દુ(સીકે નાયડૂ, જૂમાલ, લાલા અમરનાથ, વિજય મર્ચન્ટ, સીએસ નાયડૂ, અમર સિંહ અને એમજે ગોપાલન) અને ચાર મુસ્લિમ( દિલાવર હુસૈન, વાઝિર અલી, મુસ્તાક અલી અને નિસાર) હતા.

ટેસ્ટ ટીમમાં છ મુસ્લિમ ખેલાડી

ટેસ્ટ ટીમમાં છ મુસ્લિમ ખેલાડી

એવું પહેલીવાર બન્યુ હતું કે જ્યારે ભારતીય ટીમમાં 11 ખેલાડીમાં છ ખેલાડી મુસ્લિમ હતા. 1936માં ધ ઓવલ ખાતે રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન ટીમમાં મુસ્તાક, વાઝિલ અલી, દિલાવર, નિસાર, જહાંગિર અને બકા જિલાનીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

પહેલા ક્રિશ્ચિયન

પહેલા ક્રિશ્ચિયન

1946માં લોર્ડ્સ ખાતે રમાયેલી ટેસ્ટ ટીમમાં વિજય હઝારેના રૂપમાં પહેલા ક્રિશ્ચિયન ખેલાડીનો ટીમ ઇન્ડિયામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ફરી એકવાર આ ટીમે ચાર ધર્મોને સ્થાન આપ્યું હતું, જેમાં હિન્દુ(મર્ચન્ટ, વિનૂ માંકડ, અમરનાથ, દત્તારામ હિન્દેલકર, સીએસ નાડયૂ અને સાડુ શિંડે), ત્રણ મુસ્લિમ( ઇફ્તિખાર અલિ ખાન પટૌડી, ગુલ મોહમ્મદ અને અબ્દૂલ હાફીઝ કારદાર), પારસી( રુસી મોદી અને ક્રિશ્ચિયન( વિજય હઝારે) હતા.

ધર્મ પરિવર્તન

ધર્મ પરિવર્તન

અમૃતસર ગોવિંદસિંહ ક્રિપાલ સિંહ, એક સફળ ક્રિકેટર હતા, આ પહેલા ક્રિકેટર છેકે જેઓ આંતરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન ધર્મપરિવર્તન કરવા માટે જાણીતા બન્યા હતા. જોકે રસપ્રદ વાત એ છેકે તેમણે પોતાનું નામ બદલ્યું નહોતું, તેમણે આર્નોલ્ડ જ્યોર્જ નામને પોતાના નામ સાથે ઉમેરી ફરી એજી ક્રિપાલ સિંહ નામ જ ધારણ કર્યું હતું.

એક ટેસ્ટમાં પાંચ ધર્મનો સમાવેશ

એક ટેસ્ટમાં પાંચ ધર્મનો સમાવેશ

ઇંગ્લેન્ડ વિરુદ્ધ 1961-62માં રમાયેલી મેચ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમે પાંચ ધર્મોને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રમોટ કર્યા હતા. જેમાં હિન્દુ( એમએલ જયસિમ્હા, વિજય માંજરેકર, બુધી કુન્દેરણ, રમાકાંત દેસાઇ, વસંત રંજાને અને વીવી કુમાર) પારસી(નરી કોન્ટ્રાક્ટર), શીખ( મિલ્ખા સિંહ), ક્રિશ્ચિયન( ચંદૂ બોર્ડે) અને મુસ્લિમ( સલિમ દુરાની) હતા.

એક ટેસ્ટમાં ત્રણ શીખ

એક ટેસ્ટમાં ત્રણ શીખ

1983-84માં અમદાવાદ ખાતે વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમમાં ત્રણ શીખ ખેલાડીઓ જોવા મળ્યા હતા. જેમાં બલ્વિન્દર સંધુ, નવજોત સિદ્ધુ હતા. આ ઉપરાંત 12માં ખેલાડી તરીકે ગુરુશરણ સિંહ હતા,જેમણે બીજી ઇનિંગમાં સબસ્ટિટ્યૂટ ફિલ્ડર તરીકે ચાર કેચ પકડ્યાં હતા. આ ઉપરાંત 1997-98માં પણ આવું જ બન્યુ હતું, જેમાં હરભજન સિંહે નવજોત સિદ્ધ અને હરવિન્દર સિંહ સાથે ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવ્યું હતું.

એક ટેસ્ટમાં બે ક્રશ્ચિયન

એક ટેસ્ટમાં બે ક્રશ્ચિયન

2014માં ધ ઓવલ ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાં બે ક્રશ્ચિયન ખેલાડીને સ્થાન આપવામાં આવ્યું હતું, જેમાં સ્ટુઅર્ટ બિન્ની અને વરુણ એરોન હતા. આ પહેલીવાર બન્યું હતું.

એક ટેસ્ટમાં ચાર પારસી

એક ટેસ્ટમાં ચાર પારસી

1961-62માં વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે ગયેલી ભારતીય ટીમમાં ચાર પારસી ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું હતું, જેમાં કોન્ટ્રાક્ટર, ઉમરિગર, સુરતી અને એન્જીનયર હતા. તેઓ ક્વીન્સ પાર્ક ઓવલ અને સબિના પાર્ક ખાતે ટેસ્ટ મેચ સાથે રમ્યા હતા.

પહેલા જૈન ખેલાડી

પહેલા જૈન ખેલાડી

ભારત માટે એકપણ બૌદ્ધિસ્ટ ખેલાડીએ ટેસ્ટ મેચ રમી નથી, પરંતુ એક જૈન ખેલાડી ટેસ્ટ ટીમનો ભાગ બની શક્યા હતા, દિલીપ દોશી. તેઓ સૈયદ કિરમાણી, મનિન્દર સિંહ અને રોજર બિન્ની સાથે ક્રિકેટ રમ્યા હતા.

પહેલીવાર સંપૂર્ણ હિન્દુ ટીમ

પહેલીવાર સંપૂર્ણ હિન્દુ ટીમ

1979માં પહેલીવાર ભારતની ટેસ્ટ ક્રિકેટ ટીમ સંપૂર્ણપણે હિન્દુ ખેલાડીઓથી ભરેલી હતી, જેમાં વેન્કટરાઘવન, સુનિલ ગાવસ્કર, ચેતન ચૌહાણ, દિલીપ વેંગેસ્કર, ગુન્ડપ્પા વિશ્વનાથ, અન્શુમન ગાયેકવાડ, મોહિન્દર અમરનાથ, કપિલ દેવ, કરસન ઘારવી, ભરથ રેડ્ડી અને ચંદ્રશેખર એ ટીમમાં હતા.

English summary
11 religion-based unknown fact about Indian test cricket
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more