For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફરી રવિ શાસ્ત્રીના શરણે બીસીસીઆઇ, બનાવ્યા ટીમ ડિરેક્ટર

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 19 ઑગસ્ટઃ ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં ભારતના ખરાબ પ્રદર્શન બદલ બીસીસીઆઇ દ્વારા કડક પગલા હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે બીસીસીઆઇએ કોચ ડંકન ફ્લેચરની જાણેકે અવગણના કરતા પૂર્વ સુકાની રવિ શાસ્ત્રીને ટીમના ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે બોલિંગ કોચ જો ડાવેસ અને ફિલ્ડિંગ કોચ ટ્રેવર પૈનીને આગામી વનડે શ્રેણીમાં 'બ્રેક' આપવામાં આવ્યો છે.

ટેસ્ટ શ્રેણીમાં ભારતે જે પ્રકારનું પ્રદર્શન કર્યું તેને લઇને બીસીસીઆઇ પર આકરાં પગલા ભરવાનું દબાણ વધી ગયું હતું. બીસીસીઆઇએ આ સાથે જ પૂર્વ ખેલાડીઓ સંજય બાંગર અને ભરત અરુણને સહાયક કોચ તથા શ્રીધરને ફિલ્ડિંગ કોચ તરીકે નિયુક્ત કરી ટીમ પ્રબંધનમાં ધરખમ ફેરબદલ કર્યા છે. ફ્લેચર ટીમના મુખ્ય કોચ પદે યથાવત રહેશે, પરંતુ આ ફેરબદલ એ વાતનો સ્પષ્ટ સંકેત છેકે, તેમના પર કાતર ફેરવાઇ રહી છે અને 25 ઑગસ્ટથી શરૂ થઇ રહેલી વનડે શ્રેણીમાં શાસ્ત્રી ડિરેક્ટર તરીકેની ભૂમિકા નિભાવશે.

આ પણ વાંચોઃ-
ઇંગ્લેન્ડમાં ખરાબ પ્રદર્શનઃ કોહલી-પૂજારાએ બનાવ્યા નવા રેકોર્ડ

આ પહેલીવાર નથી બન્યુ

આ પહેલીવાર નથી બન્યુ

આ પહેલીવાર નથી કે શાસ્ત્રીને નુક્સાન ઓછુ કરવાની કવાયદ હેઠળ ટીમ ઇન્ડિયા સાથે જોડવામા આવ્યા હોય, આ પહેલા પણ જ્યારે વેસ્ટઇન્ડિઝમાં 2007ના વિશ્વકપમાં ટીમે ખરાબ પ્રદર્શન કર્યું હતુ અને તેને ધ્યાનમાં રાખીને કોચ ગ્રેગ ચેપલની હકાલપટ્ટી કરવામાં આવી હતી, ત્યારે પણ આ ઓલરાઉન્ડરને બાંગ્લાદેશ પ્રવાસ માટે ટીમના ક્રિકેટ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

અનેક ચર્ચાઓ બાદ લેવાયો આ નિર્ણય

અનેક ચર્ચાઓ બાદ લેવાયો આ નિર્ણય

બીસીસીઆઇએ પોતાની પ્રેસ નોટમાં કહ્યું છેકે છેલ્લા કેટલાક અઠવાડિયાથી તમામ પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવ્યા બાદ બીસીસીઆઇએ પૂર્વ ભારતીય સુકાની રવિ શાસ્ત્રીની સેવા લેવાનો નિર્ણય કર્યો છે, જે ઇંગ્લેન્ડ વિરુદ્ધ આગામી વનડે મેચોમાં ભારતીય ક્રિકેટ ટીમને માર્ગદર્શન આપશે.

શાસ્ત્રી ઓવરઓલ પ્રભારી પદે

શાસ્ત્રી ઓવરઓલ પ્રભારી પદે

પ્રેસનોટ અનુસાર ડંકન ફ્લેચર મુખ્ય કોચ પદે રહેશે, જ્યારે રવિ શાસ્ત્રી ભારતીય ટીમ સાથે જોડાયેલા ક્રિકેટ મામલાના ઓવરઓલ પ્રભારી હસે. સહાયક સ્ટાફમાં ભારતીયોને જોડવામાં આવ્યા છે. કિંગ્સ ઇલેવન પંજાબના મુખ્ય કોચ સંજય બાંગર અને ભારતના અન્ડર 19 કોચ ભરત અરુણ તથા ફિલ્ડિંગ કોચ આર શ્રીધરને ડાવેસ અને પૈનીના સ્થાને નિયુક્ત કરવામાં આવ્યા છે.

સંજય બાંગર સહાયક કોચ

સંજય બાંગર સહાયક કોચ

વધુમાં કહેવામાં આવ્યું છેકે, બીસીસીઆઇએ વનડે શ્રેણી માટે બોલિંગ કોચ જો ડાવેસ અને ફિલ્ડિંગ કોચ ટ્રેવર પૈનીને બ્રેક આપ્યો છે અને પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર સંજય બાંગર અને પૂર્વ ઝડપી બોલર ભરત અરૂણને ટીમના સહાયક કોચ બનાવવામાં આવ્યા છે. પ્રેસનોટમાં કહેવામાં આવ્યું છેકે, આર શ્રીધર વનડે શ્રેણી માટે સહાયક ટીમના ફિલ્ડિંગ કોચ તરીકે જોડાશે.

ધોની અંગે કોઇ નિર્ણય નહીં

ધોની અંગે કોઇ નિર્ણય નહીં

ટેસ્ટ શ્રેણીમાં 1-3થી નાલેશીભર્યો પરાજય મળ્યા બાદ પૂર્વ ક્રિકેટર્સે ફ્લેચરને હટાવવાની માંગ કરતા કહ્યું હતું કે ટીમમાં તેમનું કોઇ યોગદાન નથી. પૂર્વ ખેલાડીઓએ ધીની નેતૃત્વ ક્ષમતા પર પણ પ્રશ્નાર્થ કર્યો હતો, જેમનો વિદેશી ધરતી પર રેકોર્ડ ઘણો જ ખરાબ છે. બીસીસીઆઇએ જોકે હાલ ધોની પર કોઇ નિર્ણય કર્યો નથી.

English summary
The Board of Control for Cricket in India (BCCI) today appointed former India captain Ravi Shastri as Director of Cricket of Team India for the ODI series in England starting next week.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X