For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇંગ્લેન્ડમાં ખરાબ પ્રદર્શનઃ કોહલી-પૂજારાએ બનાવ્યા નવા રેકોર્ડ

By Super
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 ઑગસ્ટઃ વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારાએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં નબળી બેટિંગ કરતા ખરાબ પ્રદર્શનના કેટલાક નવા રેકોર્ડ બનાવી લીધા જ્યારે ભારતના ટોચના કેટલાક બેટ્સમેનોની એવરેજ નીચલા ક્રમના બેટ્સમેનો કરતા પણ ઓછી રહી. કોહલીએ આ શ્રેણીની 10 ઇનિંગમાં 13.40ની એવરેજથી માત્ર 134 રન બનાવ્યા.

રસપ્રદ વાત એ છેકે તેના વ્યક્તિગત સ્કોર કરતા વધારે એક્સ્ટ્રા રન હતા. ભારતના 177 એક્સ્ટ્રા રન હતા. રવિન્દ્ર જાડેજાએ આઠ ઇનિંગમાં આટલા જ રન બનાવ્યા હતા. કોહલીની જેમ શિખર ધવન(122) અને સ્ટુઅર્ટ બિન્નીએ(118) પણ એક્સ્ટ્રા રન કરતા ઓછો સ્કોર બનાવ્યો હતો. બેટિંગ ક્રમમાં ટોચના ચાર બેટ્સમેનો કે જેમણે ટેસ્ટ શ્રેણીમાં 10 કરતા વધારે ઇનિંગ રમી છે, તેમના ખરાબ પ્રદર્શનની યાદીમાં કોહલી બીજા ક્રમે છે. તો ચાલો આ અંગે વધુ તસવીરો થકી જાણીએ.

ત્રીજા ક્રમના બેટ્સમેન તરીકે પૂજારાનું ખરાબ પ્રદર્શન

ત્રીજા ક્રમના બેટ્સમેન તરીકે પૂજારાનું ખરાબ પ્રદર્શન

સંયોગથી આ રેકોર્ડ ભારતના જ ચંદૂ સરવટેના નામ પર હતો, જેમણે ઓસ્ટ્રેલિયાના 1947-48ના પ્રવાસ દરમિયાન 10 ઇનિંગમાં માત્ર 100 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડના મેટ પ્રાયર અને બેન સ્ટોક્સને છોડીને તમામ ખેલાડીઓની એવરેજ કોહલી કરતા સારી હતી. પૂજારાની વાત કરવામાં આવે તો ભારતના ત્રીજા નંબરના બેટ્સમેન તરીકે તેનું ઇંગ્લેન્ડમાં પ્રદર્શન ઘણું જ ખરાબ રહ્યું. પૂજારાએ 10 ઇનિંગમાં 22.20ની એવરેજથી 222 રન બનાવ્યા.

પૂજારા પહેલા દ્રવિડનું હતું ખરાબ પ્રદર્શન

પૂજારા પહેલા દ્રવિડનું હતું ખરાબ પ્રદર્શન

ઇંગ્લેન્ડમાં ઓછામાં ઓછી પાંચ અથવા તેના કરતા વધારે ઇનિંગ રમાનરા ભારતના ત્રીજા નબંરના બેટ્સમેનનું આ સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું. આ પહેલા રાહુલ દ્રવિડે 2007માં છ ઇનિંગમાં 126 રન બનાવ્યા હતા, પરંતુ તેમની એવરેજ પૂજારા કરતા સારી હતી, તેમણે ઉક્ત રન 25.20ની એવરેજથી બનાવ્યા હતા.

કોહલી-પૂજારા કરતા ભુવિની એવરેજ સારી

કોહલી-પૂજારા કરતા ભુવિની એવરેજ સારી

ભારતીય બેટ્સમેનોમાં સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ 349 રન બનાવ્યા અને તેમની એવરેજ 34.90 રહી જ્યારે ભુવનેશ્વર કુમારે 27.44ની એવરેજથી 247 રન બનાવ્યા, તેની એવરેજ પૂજાર, કોહલી, ધવન, ગૌતમ ગંભીર અને રોહિત શર્મા જેવા ટોચના બેટ્સમેનો કરતા સારી રહી.

કોહલી કરતા સમીની એવરજ ઘણી સારી

કોહલી કરતા સમીની એવરજ ઘણી સારી

મોહમ્મદ સમી(19.75)એ પણ કોહલી, રોહિત અને ગંભીર કરતા સારી એવરેજથી રન બનાવ્યા. ગંભીરે ચાર ઇનિંગમાં 6.25ની એવરેજથી માત્ર 25 રન બનાવ્યા હતા.

બોલિંગમાં ઇશાંત-ભુવિનું સારું પ્રદર્શન

બોલિંગમાં ઇશાંત-ભુવિનું સારું પ્રદર્શન

બોલિંગમાં ઇંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસને 20.60ની એવરેજથી સર્વાધિક 25 વિકેટ લીધી જ્યારે મોઇન અલી અને સ્ટુઅર્ટ બિન્નીએ 23.00ની એવરેજથી 19-19 વિકેટ લીધી. ભારતના ભુવનેશ્વર કુમારે પણ 19 વિકેટ હાસલ કરી પરંતુ તેની એવરેજ 26.63ની રહી. ઇશાંત શર્માએ 27.21ની એવરેજથી 14 વિકેટ લીધી. ભારતના માત્ર આ બે જ બોલર્સે શ્રેણીમાં 10 કરતા વધારે વિકેટ હાસલ કરી છે.

English summary
pujara-kohli made wrost test cricket record against England
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X