વિશ્વ ક્રિકેટનો 'ફાસ્ટેસ્ટ' ઉભરતો સિતારો, કોહલીને પણ રાખી દીધો પાછળ

વિશ્વ ક્રિકેટમાં દરરોજ એક નવો રેકોર્ડ બને છે અને એક નવો રેકોર્ડ તુટે છે, એક તરફ ટેસ્ટ ક્રિકેટમાં ભારતના અનેક ખેલાડીઓએ નવા રેકોર્ડ પ્રસ્થાપિત કર્યા તો અનેક એવા રેકોર્ડ પણ બનાવ્યા જે એક ક્રિકેટર પોતાની કારકિર્દી દરમિયાન ક્યારેય બનાવવાનું વિચારશે નહીં, જોકે આજે વાત ભારતીય ખેલાડીઓની નથી થઇ રહી પરંતુ એક એવા ખેલાડીની થઇ રહી છે, જે આગામી ક્રિકેટનો અને દક્ષિણ આફ્રિકાનો એક ઉભરતો સિતારો સાબિત થઇ રહ્યો છે. જેણે વિરાટ કોહલી અને હાશિમ અમલા જેવા ખેલાડીઓને પણ આ રેકોર્ડના મામલે પાછળ છોડી દીધા છે.

તમને યાદ હોય તો વિરાટ કોહલી અને શિખર ધવને વિશ્વ વનડે ક્રિકેટમાં માત્ર 24 મેચમાં એક હજાર રન પૂરા કરીને ભારતનું નામ રોશન કર્યું હતું. આ વખતે આ જ રેકોર્ડને દક્ષિણ આફ્રિકાના એક યુવા ખેલાડીએ તોડી નાંખ્યો છે, જોકે તે વિવિયન રિચાર્ડ્સ, જોનાથન ટ્રેટને પાછળ છોડી શક્યો નથી. ક્વિન્ટોન કે નોક નામના દક્ષિણ આફ્રિકન ખેલાડીએ વિશ્વ વનડે ક્રિકેટમાં માત્ર 21 મેચોમાં જ 1000 રન બનાવી લીધા છે અને આ સાથે જ તેણે વિવિયન રિચાર્ડ્સના ઓછી વનડેમાં ઝડપી 1000 રન પૂર્ણ કરવાના રેકોર્ડની બરોબરી કરી લીધી છે, તો ચાલો તસવીરો થકી જોઇએ કે વિશ્વ ક્રિકેટના 10 એવા ખેલાડીઓને કે જેમણે ઓછી વનડે મેચોમાં એક હજાર રન પૂર્ણ કર્યા છે.

આ પણ વાંચોઃ- ઇંગ્લેન્ડમાં ખરાબ પ્રદર્શનઃ કોહલી-પૂજારાએ બનાવ્યા નવા રેકોર્ડ
આ પણ વાંચોઃ- જયવર્દનેએ અડધી સદી સાથે ટેસ્ટ ક્રિકેટને કરી અલવિદા

જોનાથન ટ્રોટ

જોનાથન ટ્રોટ

દેશઃ- ઇંગ્લેન્ડ
કેટલી વનડેમાં 1000 રનઃ- 21

ક્વિન્ટોન કે નોક

ક્વિન્ટોન કે નોક

દેશઃ- દક્ષિણ આફ્રિકા
કેટલી વનડેમાં 1000 રનઃ- 21

વિવિયન રિચાર્ડ્સ

વિવિયન રિચાર્ડ્સ

દેશઃ- વેસ્ટ ઇન્ડિઝ
કેટલી વનડેમાં 1000 રનઃ- 21

કેવિન પીટરસન

કેવિન પીટરસન

દેશઃ- ઇંગ્લેન્ડ
કેટલી વનડેમાં 1000 રનઃ- 21

ગોર્ડન ગ્રીનેજ

ગોર્ડન ગ્રીનેજ

દેશઃ- વેસ્ટ ઇન્ડિઝ
કેટલી વનડેમાં 1000 રનઃ- 23

રિયાન ટેન ડોસચેટ

રિયાન ટેન ડોસચેટ

દેશઃ- નેધરલેન્ડ્સ
કેટલી વનડેમાં 1000 રનઃ- 23

શિખર ધવન

શિખર ધવન

દેશઃ- ભારત
કેટલી વનડેમાં 1000 રનઃ- 24

યાસિર હમીદ

યાસિર હમીદ

દેશઃ- પાકિસ્તાન
કેટલી વનડેમાં 1000 રનઃ- 24

હાશિમ અમલા

હાશિમ અમલા

દેશઃ- દક્ષિણ આફ્રિકા
કેટલી વનડેમાં 1000 રનઃ- 24

વિરાટ કોહલી

વિરાટ કોહલી

દેશઃ- ભારત
કેટલી વનડેમાં 1000 રનઃ- 24

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X