IPL 2025 Mega Auction : આઈપીએલ મેગા ઓક્શનમાં 14 વર્ષના ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે વૈભવ સુર્યવંશી?
Vaibhav Suryavanshi : આ મહિનાની 24 અને 25 તારીખે યોજાવા જઈ રહેલા આઈપીએલ મેગા ઓક્શનમાં એક 14 વર્ષના ક્રિકેટરની એન્ટ્રી થઈ છે.
આ વખતે આઈપીએલ મેગા ઓક્શન માટે 14 વર્ષના વૈભવ સુર્યવંશીએ પોતાનું નામ રજીસ્ટર કરાવ્યુ છે. માત્ર 14 વર્ષની ઉમરે વૈભવ મોટા કારનામાં કરી ચુક્યો છે. તેને 5 વર્ષની ઉમરથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યુ છે.

વૈભવ સુર્યવંશીનું નામ IPL મેગા ઓક્શનના અંતિમ ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. તે 30 લાખની મૂળ કિંમત સાથે હરાજીની યાદીમાં સામેલ થયો છે.
વૈભવ અત્યાર સુધી ઘણી ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં રમી ચૂક્યો છે. તેણે રણજી ટ્રોફી, કૂચ બિહાર ટ્રોફી અને વિનુ માંકડ ટ્રોફીમાં ભાગ લીધો છે. આ સાથે તેની પસંદગી ભારતની અંડર-19 ટીમમાં પણ થઈ છે.
વૈભવ સૂર્યવંશી બેટિંગ સાથે બોલિંગમાં પણ નિષ્ણાત છે. તે ડાબા હાથનો ઓર્થોડોક્સ બોલર છે. BCCI એ મેગા ઓક્શન માટે 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ સાથે 81 ખેલાડીઓને અંતિમ યાદીમાં સામેલ કર્યા છે. આમાં શ્રેયસ અય્યર અને ઋષભ પંત સામેલ છે.
મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે જેદ્દાહમાં યોજાશે. આ માટે કુલ 1574 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ માત્ર 574 ખેલાડીઓને જ ફાઈનલ કરાયા છે.












Click it and Unblock the Notifications
