Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઈંગ્લેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ટીમના 2 ખેલાડી કોરોના પોઝિટિવ, એક આઈસોલેશનમાં

ઈંગ્લેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ટીમના 2 ખેલાડી કોરોના પોઝિટિવ, એક આઈસોલેશનમાં

ઈંગ્લેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ટીમ પર કોરોનાવાયરસનો ખતરો મંડરાવવા લાગ્યો છે. બે ખેલાડીઓમાં કોરોના પોઝિટિવ મળી આવ્યો હતો, જેમાંથી એકનો બીજો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. બીજો ખેલાડી હજી પણ આઈસોલેશનમાં છે, જેનો 18 જુલાઈએ બીજો ટેસ્ટ કરાશે. જો કે તેમનામાં અત્યારે કોઈ લક્ષણ નથી દેખાતા.

Recommended Video

Sports : ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ

coronavirus

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે હજી સુધી આ બંને ખેલાડીઓના નામનો ખુલાસો નથી કર્યો. જણાવવામાં આવી રહ્યું છે કે આ બંને ખેલાડીઓ થોડા દિવસો પહેલાં જ ગીચતા વાળા વિસ્તારોમાં જોવા મળ્યા હતા. તેમને કોરોના વેક્સીન કોવિશિલ્ડનો પહેલો ડોઝ જ મળ્યો છે. બધા ખેલાડીઓને ઈંગ્લેન્ડમાં જ બીજો ડોઝ મળશે.

લંડનમાં ફેમિલી સાથે રજા માણી રહ્યા હતા ખેલાડીઓ

કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિત કેટલાય ખેલાડીઓ ફેમિલી સાથે જ ઈંગ્લેન્ડ પહોંચ્યા છે. 23 જૂને સાઉથેમ્પ્ટનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમ્યા બાદ તેઓ ફેમિલી સાથે રજા માણી રહ્યા હતા. BCCI અધિકારી મુજબ ભારતીય ટીમના મોટાભાગના ખેલાડીઓ લંડનની આસપાસ જ રહ્યા. કેટલાક ખેલાડીઓ લંડનની આસપાસના વિસ્તારોમાં ફરવા પણ પહોંચ્યા હતા. તમામ ખેલાડીઓએ 14 જુલાઈએ ટીમ સાથે જોડાવવાનું હતું.

ઈંગ્લેન્ડના 3 ખેલાડી પણ કોરોના સંક્રમિત

પાકિસ્તાન સામે વનડે સીરિઝથી ઠીક 2 દિવસ પહેલાં એટલે કે 6 જુલાઈએ ઈંગ્લેન્ડના 3 ખેલાડી સહિત 7 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. જે બાદ બધાને આઈસોલેટ કરી લેવામાં આવ્યા અને પાકિસ્તાન સામે પહેલી મેચમાં આખી નવી ટીમ ઉતારવામાં આવી હતી. જો કે તમામ ખેલાડીઓ હવે ઠીક છે.

જે બાદ BCCIએ કહ્યું હતું કે ઈન્ડિયન ટીમ મેનેજમેન્ટ કોરોનાને લઈ ઈંગ્લિશ ટીમમાં બનેલી સ્થિતિથી અવગત છે. જો ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ અમને પોતાના કાર્યક્રમમાં બદલાવ કરવાનું કહે છે અથવા નવો પ્રોટોકોલ આપે છે તો અમે તેનું પાલન કરશું. અત્યારે પહેલેથી નક્કી કાર્યક્રમમાં કોઈ બદલાવ કરવામાં નથી આવ્યો.

4 ઓગસ્ટે શરૂ થશે 5 ટેસ્ટ મેચની સિરીઝ

ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં 5 ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. પહેલી મેચ 4 ઓગસ્ટે નોટિંઘમમાં શરૂ થશે. અગાઉ ઈંગ્લેન્ડમાં ત્રણ ટેસ્ટ સિરીઝમાં ભારતને સતત હાર સાંપડી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X