IPL 2020: આ 5 ખેલાડીઓ કરી શકે છે જોફ્રા આર્ચરને રિપ્લેસ
આ પાંચ ખેલાડીઓ જોફ્રાને આઈપીએલમાં રિપ્લેસ કરી શકે છે. જાણો કોણ..
રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર આઈપીએલ 2020માંથી બહાર થઈ ચૂક્યા છે. કોણીમાં થયેલી ઈજાને કારણએ જોફ્રા ઈંગ્લેન્ડની ટીમમાંથી પણ બહાર છે, અને તે આઈપીએલ પણ નહીં રમી શકે. રાજસ્થાન રોયલ્સ માટે આ મોટો ઝટકો છે. હવે જોફ્રાના રિપ્લેસમેન્ટ માટે રાજસ્થાનને એક એવા વિદેશી બોલરની જરૂર છે, જે શરૂઆતની ઓવર્સ ઉપરાંત ડેથ ઓવર્સમાં અસરકાર બોલિંગ કરી શકે. આ પાંચ ખેલાડીઓ જોફ્રાને આઈપીએલમાં રિપ્લેસ કરી શકે છે.

અલ્જારી જોસેફ
રજાસ્થાન રોયલ્સની ટીમ વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર અલ્જારી જોસેફને ટીમમાં સામેલ કરી શકે છે. ગત સિઝનમાં જોસેફ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યા હતા, પણ ઈન્જરીને કારણે તે માત્ર 3 જ મેચ રમી શક્યા હતા. ડેબ્યુ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ માત્ર 12 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. બાકીની બે મેચમા તેમનું પ્રદર્શન ખાસ નહોતું રહ્યુ, અને બાદમાં તેમને ઈજા થઈ. પરંતુ અત્યાર સુધી જોસેફ 19 ટી 20 રમી ચૂક્યા છે. અને 26.41ની એવરેજથી 24 વિકેટ ઝડપી ચૂક્યા છે. આર્ચરની જેમ જ જોસેફ સતત 145 કિમીની ઝડપે બોલિંગ કરી શકે છે.

મેટ હેનરી
ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર મેટ હેનરી પણ જોફ્રા આર્ચરની જગ્યા લઈ શકે છે. મેટ સતત સારી બોલિંગ કરી રહ્યા છે અને વર્લ્ડ કપ 2019ની સેમિફાઈનલમાં રોહિત શર્માને પણ તેમણે જ આઉટ કર્યા હતા. મેટ હેનરી આઈપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને ચેન્નાઈ સુપર કિંગ્સનો હિસ્સો રહી ચૂક્યા ચે. હેનરી અત્યાર સુધી 79 ટી20 રમી ચૂક્યા છે અને 74 વકેટ ઝડપી ચૂક્યા છે. આ દરમિયાન તેમણએ 8.78ની ઈકોનોમીથી રન આપ્યા છે.

એનરિચ નોર્તજે
દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર એનરિચ નોર્તજે પણ રાજસ્થાન માટે વિકલ્પ બની શકે છે. નોર્તજેને આઈપીએલમાં 2019માં કેકેઆર એ ખરીદ્યા હતા, પરંતુ ઈજાને કારણએ તે ટુર્નામેન્ટ નોહાત રમી શક્યા. હાલ તે દક્ષિણ આફ્રિકા માટે ત્રણએ ફોર્મેટમાં રમી ચૂક્યા છે. એનરિટ 20 ટી20માં 25 વિકેટ ઝડપી ચૂક્યા છે અને માત્ર 7.4ની ઈકોનોમીથી રન આપ્યા છે. નોર્તજે પણ 145 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી શકે છે.

માર્ક વુડ
ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વુડ પણ રાજસ્થાન રોયલ્સનો હિસ્સો બની શકે છે. વુડે 2019માં જોફ્રા આર્ચર સાથે મળીને શાનદાર બોલિંગ કરી હતી. વુડ 2018માં ચેન્નાઈ સુપરકિંગ્સનો હિસ્સો હતા, પરંતુ તે માત્ર એક જ મેચ રમી શક્યા હતા. વુડ 25 ટી20 મેચમાં 8.03ની ઈકોનોમીથી રન આપીને 30 વિકેટ ઝડપી છે. ઈંગ્લેન્ડ માટે રમેલી 5 ટી 20માં તેમના નામે 11 વિકેટ બોલે છે. રાજસ્થાન રોયલ્સ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પર ભરોસો મૂકે છે. ત્યારે વુડ સારો વિકલ્પ બની શકે છે.

ડેનિયલ સેમ્સ
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ડેનિયલ સેમ્સ ટી20માં સતત સારુ પ્રદર્શન કરી રહ્યા છે. સેમ્સ અત્યાર સુધી આઈપીએલમાં નથી રમ્યા. જો કે 2017થી તે બિગ બેશ લીગ રમી રહ્યા છે. ડાબોડી ફાસ્ટ બોલર 2019-20ની બિગ બેશ લીગમાં સૌથી વધુ 30 વિકેટ ઝડપી ચૂક્યા છે. ડેનિયલ સેમ્સ અત્યાર સુધીની 36 મેચમાં 8.06ની ઈકોનોમીથી 52 વિકેટ ઝડપી ચૂક્યા છે. તેમની સરેરાશ 17.57ની રહી છે.રાજસ્થાન રોયલ્સ પાસે જયદેવ ઉનડકટ સિવાય કોઈ ડાબોડી ફાસ્ટ બોલર નથી.












Click it and Unblock the Notifications
