5th T20 IND vs WI : ટીમમાં થઇ શકે છે બદલાવ, આજે આ રેકોર્ડ બચાવવા મેદાનમાં ઉતરશે ભારતીય ટીમ

5th T20 IND vs WI : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે પાંચ મેચની T20 ઈન્ટરનેશનલ સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ રમાશે. છેલ્લી અને નિર્ણાયક T20 મેચ આજે રાત્રે 8:00 કલાકે યુએસએના ફ્લોરિડાના લોડરહિલમાં શરૂ થશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પાંચ મેચની T20 ઈન્ટરનેશનલ સિરીઝ હાલમાં બંને ટીમે બે-બે મેચ જીતી છે. આજની મેચ જે જીતશે એ સિરીઝ પણ જીતી જશે.

છેલ્લી અને નિર્ણાયક T20 મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફાર થઈ શકે છે. આ અહેવાલમાં પ્લેઈંગ ઈલેવન પર એક નજર કરીએ કે, ભારત વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી અને નિર્ણાયક T20 મેચમાં મેદાનમાં ઉતરશે.

ind vs wi

ઓપનિંગ બેટ્સમેન - યશસ્વી જયસ્વાલ અને વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશન વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી અને નિર્ણાયક T20 મેચમાં ઓપનિંગ કરશે. આ મેચમાં શુભમન ગિલને આરામ આપવામાં આવી શકે છે.

યશસ્વી જયસ્વાલે શનિવારના રોજ ચોથી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે અણનમ 84 રનની ઇનિંગ રમીને ભારતને પોતાના દમ પર જીત અપાવી હતી. યશસ્વી જયસ્વાલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

મિડલ ઓર્ડર - વાઈસ-કેપ્ટન સૂર્યકુમાર યાદવ વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી અને નિર્ણાયક ટી20 મેચમાં નંબર 3 પર બેટિંગ કરવા ઉતરશે. તિલક વર્માને વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી અને નિર્ણાયક T20 મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં નંબર 4 બેટ્સમેન તરીકે પ્લેઈંગ ઈલેવનમાં તક મળશે. વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસનને 5મા નંબર પર તક મળશે.

ઓલરાઉન્ડર - કેપ્ટન હાર્દિક પંડ્યા વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી અને નિર્ણાયક ટી20 મેચમાં ઓલરાઉન્ડર તરીકે છઠ્ઠા નંબર પર બેટિંગ કરશે. અક્ષર પટેલને નંબર 7 બેટિંગ પોઝિશન પર તક આપવામાં આવશે. અક્ષર પટેલ સ્પિન બોલિંગ સાથે બેટિંગમાં ટીમ ઈન્ડિયાને મજબૂત કરશે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન - યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટ-કીપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અને અવેશ ખાન

5 મેચની T20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ - ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ આ પહેલા રમાયેલી 5 મેચની ટી20 સિરીઝમાંથી ત્રણ વખત ટીમ જીતી છે અને એક સિરીઝ ડ્રો રહી છે. એટલે કે પ્રથમ વખત ટીમ ઈન્ડિયા હવે બેકફૂટ પર જોવા મળી રહી છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની વર્તમાન સિરીઝ હારશે, તો ટીમ ઈન્ડિયાનો આ રેકોર્ડ બગાડશે.

  • ભારત vs ન્યુઝીલેન્ડ (2019-20) : ટીમ ઈન્ડિયાએ 5-0થી સિરીઝ જીતી
  • ભારત vs ઈંગ્લેન્ડ (2020-21) : ટીમ ઈન્ડિયાએ 3-2થી સિરીઝ જીતી
  • ભારત vs દક્ષિણ આફ્રિકા (2022) : શ્રેણી 2-2 થી ડ્રો
  • ભારત vs વેસ્ટ ઈન્ડિઝ (2022) : ટીમ ઈન્ડિયાએ 4-1 થી સિરીઝ જીતી
  • ભારત vs વેસ્ટ ઈન્ડિઝ (2023) : ટીમ ઈન્ડિયાએ 2-2 (અંતિમ મેચ આજે રમાશે)
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X