ગુજરાત 65 વર્ષ બાદ રણજી ટ્રોફીની ફાઇનલમાં, બુમરાહની શાનદાર 6 વિકેટ

Subscribe to Oneindia News

65 વર્ષ બાદ ગુજરાત ઝારખંડને હરાવી રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચી ગયુ છે. ગુજરાતે ઝારખંડને 123 હરાવી રણજી ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. જસપ્રીત બુમરાહે તરખાટ મચાવીને 6 વિકેટ ઝડપી લીધી હતી. વળી, આર પી સિંહે પણ 3 વિકેટ ઝડપી હતી.

bumrah

ગુજરાતે બીજી સેમી ફાઇનલની પ્રથમ ઇનિંગમાં પ્રિયાંક પંચાલના 149 રનની મદદથી 390 રન બનાવ્યા હતા. જ્યારે ઝારખંડે વળતા જવાબમાં ઇશાક જગ્ગાના 129 રનની મદદથી 408 રન બનાવ્યા હતા અને 18 રનની લીડ મેળવી હતી. બીજી ઇનિંગમાં ગુજરાતની ટીમ 252 રનમાં જ ઓલ આઉટ થઇ ગઇ હતી. ઝારખંડને જીત માટે 234 રનનો પડકાર મળ્યો હતો. પરંતુ જસપ્રીત બુમરાહની શાનદાર 6 વિકેટ અને આર પી સિંહની ધમાકેદાર 3 વિકેટની મદદથી ઝારખંડ માત્ર 111 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતુ.

10 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન રણજી ટ્રોફીની ફાઇનલ મેચ રમાશે. હાલમાં તમિલનાડુ અને મુંબઇ વચ્ચે રાજકોટમાં ચાલી રહેલ મેચની વિજેતા ટીમ સાથે ગુજરાત રણજી ટ્રોફીની ફાઇનલ મેચ રમાશે. ગુજરાતની ટીમ 1950-51 માં રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યુ હતુ. જો કે ફાઇનલમાં ગુજરાતની ટીમ હારી ગઇ હતી.

English summary
65-year wait ends: Jasprit Bumrah shines as Gujarat enter Ranji Trophy final
Please Wait while comments are loading...