For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs SL: કૃણાલ પંડ્યાના સંપર્કમાં આવેલા 8 ખેલાડીઓનો કોરોના ટેસ્ટ કરાયો

IND vs SL: કૃણાલ પંડ્યાના સંપર્કમાં આવેલા 8 ખેલાડીઓનો કોરોના ટેસ્ટ કરાયો

|
Google Oneindia Gujarati News

શ્રીલંકામાં ભારતીય ક્રિકેટ ટીમે મંગળવારે રાહતના શ્વાસ લીધા છે, કોરોના સંક્રમિત થયેલ ખેલાડી કૃણાલ પંડ્યાના સંપર્કમાં આવેલા બીજા બધા ખેલાડીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં ટીમ મેનેજમેન્ટને હળવાશ થઈ. ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 આંતરરાષ્ટ્રીય મેચ કોલમ્બોમાં કોવિડ 19 પોઝિટિવ ટેસ્ટ બાદ એક દિવસ માટે સ્થગિત કરી દેવાયો હતો.

krunal pandya

બાદમાં ભારતીય ક્રિકેટ બોર્ડે ખુલાસો કર્યો હતો કે કૃણાલ પંડ્યાના સંપર્કમાં કુલ આઠ લોકો આવ્યા હતા અને તેમનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો છે.

બીસીસીઆઈએ જાણકારી આપી કે, "શ્રીલંકા અને ભારત વચ્ચે મૂળરૂપે 27 જુલાઈએ રમાના બીજી ટી20 ઈન્ટરનેશનલને એક દિવસ માટે આગળ વધારી દેવામાં આવ્યો છે અને હવે આ બુધવારે એટલે કે આજે 28 જુલાઈએ યોજાશે."

મંગળવારે સવારે મેચ પહેલાં કરાયેલ રેપિડ એંટીજન ટેસ્ટ બાદ ટીમ ઈન્ડિયાના ઑલરાઉન્ડર કૃણાલ પંડ્યા પોઝિટિવ મળી આવ્યો. મેડિકલ ટીમોએ આઠ સભ્યોની ઓળખ નજીકના સંપર્કના રૂપમાં કરી છે.

સારી બાબત એ છે કે ભારત અને શ્રીલંકાના અન્ય તમામ ખેલાડીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું અને નેગેટિવ પરિણામ આવ્યું છે, માટે બીજી ટી20 ઈન્ટરનેશનલનું આયોજન બુધવારે થશે.

હાલ કૃણાલ પંડ્યા 7 દિવસના સેલ્ફ આઈસોલેશનમાં છે અને બીજી ટી20 ઈન્ટરનેશનલ ચૂકી જશે, જેને કોલમ્બોમાં 28 જુલાઈ માટે પુનર્નિર્ધારિત કરવામાં આવ્યો છે. કૃણાલ પંડ્યાએ ટી20 ઈન્ટરનેશનલ મુકાબલા બાદ પણ શ્રીલંકામાં જ રહેવું પડશે જ્યારે તેના સાથીઓ અને ભારતીય ટીમ મેનેજમેન્ટ 30 જુલાઈએ સ્વદેશ પરત ફરશે. ત્રીજી અને અંતિમ મેચ 29 જુલાઈએ રમાશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
8 players who came in contact with krunal pandya tested covid 19 negative
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X