Aaj no toss kon Jityu: આજની મેચમાં ટોસ કોણ જીત્યું? DC અને KKRમાંથી કોની પલડું ભારે

Aaj no toss kon Jityu: દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)ની વચ્ચે આઇપીએલ 2024માં દિલ્હી કેપિટલ્સની આ ચોથી મેચ રમી રહ્યું છે, જ્યારે કોલકત્તા નાઇટ રાઇડર્સ પોતાની ત્રીજી મેચ રમી રહ્યું છે. આ મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

DC vs KKR IPL 2024 મેચ ડૉ. YSR ACA-VDCA સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ ટુર્નામેન્ટની પ્રથમ બે મેચમાં બે હાર સહન કર્યા બાદ દિલ્હી આખરે વિજયી થયો અને પોઈન્ટ ટેબલ પર પોતાના અંકમાં સુધારો કર્યો હતો.

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમો અત્યાર સુધીમાં 32 વખત સામસામે આવી ચુકી છે. બંને વચ્ચેની ટુર્નામેન્ટ કાંટાની ટક્કર રહી છે. કારણ કે, KKR એ 16 મેચ જીતી છે, અને DC એ 15 જીતી છે, જ્યારે એક મેચનું કોઇ પરિણામ આવ્યુ નથી, એટલે કે ડ્રો ગઇ છે.

DC vs KKR IPL 2024

ઉલ્લેખનીય છે કે, પોતાની ગત મેચમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે ધોનીની ચેન્નાઈ જેવી મોટી ટીમ સામે પોતાની કેપ્ટનશીપ કૌશલ્યનું શાનદાર પ્રદર્શન કર્યું હતું. દિલ્હી કેપિટલ્સની ટીમને 20 રનથી જીત અપાવવામાં સફળ રહ્યો હતો. ઋષભ પંતે બોલરોનો સમજદારીપૂર્વક ઉપયોગ કર્યો હતો. આ જ કારણ હતું કે, દિલ્હીએ ચેન્નાઈને હરાવ્યું હતું.

કોલકાતા નાઈટ રાઈડર્સ સ્કોડ - ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), સુનીલ નારાયણ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), રિંકુ સિંહ, રમનદીપ સિંહ, આન્દ્રે રસેલ, મિચેલ સ્ટાર્ક, અનુકુલ રોય, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, અંગક્રિશ રઘુવંશી, સુયશ શર્મા. વૈભવ અરોરા, મનીષ પાંડે, રહેમાનુલ્લા ગુરબાઝ, ચેતન સાકરિયા, શેરફેન રધરફર્ડ, સાકિબ હુસૈન, શ્રીકર ભારત, દુષ્મંથા ચમીરા, અલ્લાહ ગઝનફર, નીતિશ રાણા.

દિલ્હી કેપિટલ્સ સ્કોડ : પૃથ્વી શો, ડેવિડ વોર્નર, ઋષભ પંત (વિકેટકીપર), મિશેલ માર્શ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, અભિષેક પોરેલ, એનરિક નોર્ટજે, મુકેશ કુમાર, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ, રસિક દાર સલામ, સુમિત કુમાર, કુમાર કુશાગ્રા, પ્રવીણ દુબે, જેક ફ્રેઝર-મેકગર્ક, રિકી ભુઇ, કુલદીપ યાદવ, ઝાય રિચાર્ડસન, શાઈ હોપ, લલિત યાદવ, યશ ધૂલ, વિકી ઓસ્તવાલ, સ્વસ્તિક ચિકારા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X