Aaj no toss kon Jityu - આજના મેચનો ટોસ કોણ જીત્યું? જાણો કોનું પલડું ભારે?
Aaj no toss kon Jityu, LSG vs PBKS, IPL 2024 - આજે આઇપીએલ 2024ની 11 મેચ રમાઇ રહી છે. જેમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાશે. આ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્યણ લીધો છે.
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ બંને શનિવારના રોજ લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે જીતની આશામાં રહેશે. પંજાબ કિંગ્સે ગયા અઠવાડિયે ચંદીગઢમાં તેમના નવા હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી કેપિટલ્સ સામે તેમની સીઝનની શરૂઆત જીતી હતી, પરંતુ ઘરથી દૂર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સામે લખનઉની જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે 20 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

IPLમાં લખનઉ સુપર જાયન્ટ અને પંજાબ કિંગ્સ વચ્ચે કુલ 3 મેચ રમાવામાં આવી છે. જેમાં લખનઉને 2માં જીત મળી હતી, તો 1 મેચમાં પંજાબની જીત થઇ હતી. જેમાં લખનઉનો હાઇ સ્કોર 257 રન છે, તો પંજાબનો હાઇસ્કોર 201 રન છે. જ્યોરે ઓછા સ્કોરની વાત કરીએ તો, લખનઉનો સૌથી ઓછો સ્કોર 159 રન, પંજાબનો 133 રનનો લોએસ્ટ સ્કોર છે.
IPL 2023માં એક પંજાબ કિંગ્સે 2 વિકેટે જીતી લખનઉ હતી. જ્યારે બીજી મેચમાં સુપર જાયન્ટ્સ 56 રનથી જીતી હતી. IPL 2022 લખનઉ સુપર જાયન્ટ્સનો 20 રને વિજય થયો હતો.
લખનઉ સુપર જાયન્ટ્સ સ્ક્વોડ : ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ (ડબલ્યુ/સી), દેવદત્ત પડિકલ, આયુષ બદોની, દીપક હુડા, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, નવીન-ઉલ-હક, યશ ઠાકુર, મયંક યાદવ, પ્રેરક માંકડ, કૃષ્ણપ્પા ગૌથમ, અમિત મિશ્રા, ડેવિડ વિલી, કાયલ મેયર્સ, એશ્ટન ટર્નર, શિવમ માવી, મણિમરણ સિદ્ધાર્થ, યુદ્ધવીર સિંહ ચરક, અરશદ ખાન, શમર જોસેફ, અરશિન કુલકર્ણી.
પંજાબ કિંગ્સ સ્ક્વોડ : શિખર ધવન (સી), જોની બેરસ્ટો, પ્રભસિમરન સિંહ, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરન, જીતેશ શર્મા (ડબ્લ્યુ), શશાંક સિંહ, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગિસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ, રિલી રોસો, તનય ત્યાગરાજન, હરપ્રીત સિંહ ભાટિયા, વિધ્વાથ કવેરપ્પા, ક્રિસ વોક્સ, ઋષિ ધવન, સિકંદર રઝા, આશુતોષ શર્મા, અથર્વ તાઈડે, નાથન એલિસ, શિવમ સિંહ, પ્રિન્સ ચૌધરી, વિશ્વનાથ સિંહ












Click it and Unblock the Notifications
