Abhishek Sharma ની તબિયત બગડી: શું પાકિસ્તાન સામેની મેચમાં નહીં રમે? ચાહકોના વધ્યા ધબકારા!

Abhishek Sharma Health Update: ટી-20 વર્લ્ડ કપ 2026 માં ભારતીય ટીમ આગામી મેચની તૈયારી કરી રહી છે. પરંતુ તે પહેલા ભારતીય ટીમ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટીમનો આક્રમક ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા હજુ પણ સંપૂર્ણ સ્વસ્થ થઈ શક્યો નથી. દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં નામિબિયા સામેની મેચ પહેલા મંગળવારે યોજાયેલા પ્રેક્ટિસ સેશનમાં અભિષેક ગેરહાજર રહ્યો હતો, જેના કારણે તેની આગામી મેચોમાં રમવા અંગે શંકા ઘેરી બની છે.

abhishek sharma

અભિષેક શર્માની તબિયત અંગે અપડેટ આપતા ટીમના આસિસ્ટન્ટ કોચ રાયન ટેન ડોશેટે પુષ્ટિ કરી હતી કે યુવા બેટ્સમેન હજુ પણ પેટની સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે. કોચે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "અભિષેકને હજુ પણ પેટને લગતી કેટલીક તકલીફો છે. આ જ કારણસર તેણે આજના પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો ન હતો. જોકે, અમને આશા છે કે બે દિવસ પછી રમાનારી મેચ સુધીમાં તે પસંદગી માટે ઉપલબ્ધ થઈ જશે."

શું પાકિસ્તાન સામેની મેચ માટે ફિટ થઈ શકશે?

અભિષેક શર્મા અમેરિકા સામેની છેલ્લી મેચમાં પ્રથમ બોલે જ આઉટ થઈ ગયો હતો અને ફિલ્ડિંગ દરમિયાન પણ મેદાનમાં ઉતર્યો ન હતો. ત્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવે તે અસ્વસ્થ હોવાની જાણકારી આપી હતી. ભારતીય ટીમ અને ચાહકો માટે અસલી ચિંતા નામિબિયાની મેચ નથી, પરંતુ તે પછી તરત જ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાનારી ભારત-પાકિસ્તાન મહાજંગ છે. અભિષેક શર્માનું ફિટ ન હોવું તે ટીમના સંતુલન માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.

ભારતને લાગી શકે છે મોટો ઝટકો

જો અભિષેક 15 ફેબ્રુઆરી સુધીમાં સંપૂર્ણ રિકવર નહીં થાય, તો ભારતે પોતાની ઓપનિંગ જોડીમાં ફેરફાર કરવો પડશે. તેના બહાર થવાથી ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન થઈ શકે છે. અભિષેકની ગેરહાજરીમાં ભારત પાસે ટોપ ઓર્ડરમાં ડાબોડી બેટ્સમેનનો વિકલ્પ ઓછો થઈ જાય છે, જે વિરોધી બોલરોની લય બગાડવા માટે જરૂરી છે.

અભિષેક તેની નીડર બેટિંગ માટે જાણીતો છે. પાકિસ્તાનના શાહીન આફ્રિદી અને સલમાન મિર્ઝા જેવા ફાસ્ટ બોલરો સામે શરૂઆતની ઓવરોમાં ઝડપથી રન બનાવવાની તેની ક્ષમતાની ખોટ વર્તાશે. અભિષેક માત્ર બેટ્સમેન જ નહીં, પણ ઉપયોગી ડાબોડી સ્પિનર પણ છે. કોલંબોની પિચો પર, જ્યાં સ્પિનરોને મદદ મળે છે, તેની ગેરહાજરી કેપ્ટન સૂર્યા માટે એક વધારાના બોલિંગ વિકલ્પને ઓછો કરી દેશે.

ટીમ ઈન્ડિયાનો બેકઅપ પ્લાન શું છે?

જો અભિષેક પાકિસ્તાન સામેની મેચમાંથી બહાર રહેશે, તો ટીમ મેનેજમેન્ટ સંજુ સેમસનને ઈશાન કિશન સાથે ઓપનિંગ માટે પ્રમોટ કરી શકે છે અથવા તિલક વર્માને ઉપર મોકલીને મધ્યક્રમમાં ફેરફાર કરી શકાય છે. જોકે, મેડિકલ ટીમ હાલમાં અભિષેકને ફિટ કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે, કારણ કે પાકિસ્તાન સામેની મેચમાં ભારત પોતાની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરવા માંગશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X