T20 World cup 2024: આ સુપરહીરોના કારણે સેમીફાઈનલમાં પહોંચ્યું અફઘાનિસ્તાન, રચ્યો ઇતિહાસ
T20 World cup 2024 semi-final: અફઘાનિસ્તાનની ટીમે બાંગ્લાદેશ સામે જીત મેળવીને T-20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. અફઘાનિસ્તાનની ટીમ પ્રથમ વખત T-20 વર્લ્ડ કપની સેમીફાઇનલ મેચ રમવા જઈ રહી છે. અફઘાનિસ્તાન ક્રિકેટ માટે આ ઐતિહાસિક ક્ષણ છે.
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશ સામેની મહત્વની મેચમાં અફઘાનિસ્તાને શાનદાર જીત મેળવી હતી, અને ટીમ સેમીફાઈનલમાં પહોંચી હતી. હવે અફઘાનિસ્તાનની ટીમ સેમીફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.
સેમીફાઇનલ મેચ 27 જૂને સવારે 6 વાગ્યે રમાશે. ઉલ્લેખનીય છે કે, અફઘાન ટીમની સેમીફાઈનલ સુધીની સફર શાનદાર રહી છે.
ગ્રુપ સ્ટેજમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું - અફઘાનિસ્તાનની ટીમે ગ્રૂપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેણે રમેલી 4 મેચોમાંથી 3 મેચ જીતી હતી અને સુપર 8ની ટિકિટ મેળવી હતી.
અફઘાનિસ્તાને સુપર 8માં ન્યુઝીલેન્ડ જેવી મોટી ટીમને હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો. અહીંથી અફઘાનિસ્તાનની ટીમે કરિશ્માઈ રમત બતાવવાનું શરૂ કર્યું હતું.
સુપર 8માં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું - અફઘાનિસ્તાને સુપર 8માં ઓસ્ટ્રેલિયન ટીમને હરાવીને વિશ્વ ક્રિકેટને ચોંકાવી દીધું હતું. ઓસ્ટ્રેલિયા જેવી ટીમને હરાવીને અફઘાનિસ્તાને સાબિત કરી દીધું છે કે, તે હવે અંડરડોગ ટીમ નથી.
અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમીફાઇનલની રેસમાં પોતાની જાતને આગળ કરી દીધી હતી.

આ ખેલાડીઓ અફઘાનિસ્તાન માટે હીરો - T-20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન ટીમના પ્રદર્શનમાં તેમના ખેલાડીઓના શાનદાર પ્રદર્શનનો સમાવેશ થાય છે. ખાસ કરીને ઝડપી બોલર ફઝલહક ફારૂકી આ અભિયાન દરમિયાન પોતાની બોલિંગથી તબાહી મચાવી રહ્યો છે. ફઝલહક ફારૂકીએ 15 વિકેટ લઈને ટીમને ફ્રન્ટ ફૂટ પર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
રાશિદ ખાન - કેપ્ટન રાશિદ ખાને ટીમને એકજૂથ રાખી હતી. ટીમની સફળતામાં કેપ્ટનની મહત્વની ભૂમિકા હોય છે. રાશિદે પણ પોતાની બોલિંગથી અજાયબી કરી હતી અને 10 વિકેટ લીધી હતી. આ વર્લ્ડ કપમાં રાશિદની કેપ્ટનશિપ શાનદાર રહી છે. કેપ્ટન તરીકે તેને ટીમના ખેલાડીઓ પર પૂરો વિશ્વાસ હતો, જેના કારણે આજે અફઘાનિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં પહોંચી છે.
રહેમાનુલ્લા ગુરબાઝ - ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝે પોતાની વિસ્ફોટક બેટિંગ વડે વિરોધી બોલરોને પછાડી દીધા હતા. ઓપનિંગ બેટિંગ કરીને આ બેટ્સમેને જે રીતે તોફાની શૈલીમાં બેટિંગ કરી છે, તેનાથી તેણે વિરોધી ટીમની રણનીતિઓને સંપૂર્ણપણે અસ્વસ્થ કરી દીધી હતી. રહેમાનુલ્લા ગુરબાઝે 7 મેચમાં કુલ 281 રન બનાવ્યા હતા. ગુરબાઝ T20 વર્લ્ડ કપ 2024માં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન છે.
ઇબ્રાહિમ ઝદરાન - ગુરબાઝ સાથે ઓપનિંગ કરનાર ઇબ્રાહિમ ઝદરાને પણ અફઘાનિસ્તાન ટીમને સેમીફાઇનલ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બંને ઓપને અફઘાનિસ્તાન ટીમને ઉડતી શરૂઆત આપી જેણે વિરોધી ટીમની દરેક વ્યૂહરચના ફ્લોપ કરી હતી. ઈબ્રાહિમ ઝદરાને 7 મેચમાં 229 રન બનાવ્યા છે. બંને બેટ્સમેનોની કરિશ્માઈ રમતે અફઘાનિસ્તાન ટીમને આ ટૂર્નામેન્ટમાં ટોચ પર પહોંચાડી હતી.
નવીન ઉલ હક - બોલર નવીન-ઉલ-હકે પણ નિર્ણાયક સમયે શાનદાર બોલિંગ કરીને ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. નવીને 11 વિકેટ પોતાના નામે કરી હતી. અફઘાનિસ્તાનના બોલિંગ વિભાગ તેમજ તેની શરૂઆતની બેટિંગના આધારે ટીમ સેમીફાઈનલમાં પહોંચવામાં સફળ રહી છે.
ગુલાબદિન નાયબ - ગુલાબદિન નાયબ પણ એવા ખેલાડી હતા, જેમણે અફઘાનિસ્તાન માટે ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા સામેની સુપર 8 મેચમાં ગુલાબદીન નાયબે 4 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની કમર તોડી નાખી હતી, જ્યારે અફઘાનિસ્તાન સામેની મહત્વની મેચમાં વિકેટ લઈને તેણે જે કરિશ્મા કર્યો તે અદભૂત હતો.
પૂર્વ ક્રિકેટર્સનું માર્ગદર્શન - ODI વર્લ્ડ કપ 2023માં ટીમના મેન્ટર રહેલા અજય જાડેજાએ અફઘાનિસ્તાન ટીમને ઘણી મદદ કરી હતી. અફઘાનિસ્તાનની ટીમમાં જીતની ભૂખ ઉભી કરી. અજય જાડેજાએ ODI વર્લ્ડ કપ દરમિયાન જણાવ્યું હતું કે, જે દિવસે આ ટીમ મોટી ટીમને હરાવશે, તે દિવસે આ ટીમ મોટી બની જશે. આજે અજય જાડેજાએ જે કહ્યું હતું તે સાચું સાબિત થયું છે.
જોનાથન ટ્રોટનું કોચિંગ અને બ્રાવોની સલાહ - જોનાથન ટ્રોટના કોચિંગ હેઠળ અફઘાનિસ્તાનની ટીમ આક્રમક ક્રિકેટ રમી રહી છે. જોનાથનના કોચિંગ હેઠળ ટીમનું પ્રદર્શન ઘણું આગળ આવ્યું છે. જોનાથન ટ્રોટના માર્ગદર્શન હેઠળ આ ટીમે સૌથી મોટી ટીમોને પણ હરાવવાની હિંમત શીખી છે. ડ્વેન બ્રાવો ટીમમાં બોલિંગ કન્સલ્ટન્ટ તરીકે કામ કરી રહ્યો છે.
બ્રાવો ટીમમાં જોડાવાથી ખાસ કરીને ફાસ્ટ બોલિંગ એક અલગ લેવલ પર પહોંચી ગઈ છે. અફઘાનિસ્તાનની ટીમ આજે જ્યાં છે, તેમાં આ પૂર્વ ક્રિકેટર્સે મહત્વની ભૂમિકા ભજવી છે.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
