શું વસીમ અકરમે પહેલા જ માની લીધી પાકિસ્તાનની હાર?

શું વસીમ અકરમે પહેલા જ માની લીધી પાકિસ્તાનની હાર?

નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2019ના અતિ રસપ્રદ મુકાબલામાં માત્ર 24 કલાકથી જ ઓછો સમય બાકી રહ્યો છે. દુનિયાભરના ક્રિકેટ ફેન્સ માટે સમય આવી ગયો છે જ્યારે રવિવારે મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં ભારત-પાકિસ્તાન આમને-સામને હશે. અગાઉ પહેલા વર્લ્ડ કપમાં આ બંને ટીમ વચ્ચે 6 વાર મુકાબલો થયો અને ભારતે તમામ મુકાબલાાં જીત હાંસલ કરી. ODI ક્રિકેટના સૌથી મહાન બોલર વસીમ અકરમે મેચ પહેલા જ પાકિસ્તાનની હાર માની ચૂક્યા છે. તેમના તાજેતરના નિવેદનથી કદાચ આવું જ લાગે છે. તેમણે ભારત-પાક વચ્ચેના મહામુકાબલા પહેલા ટીમ ઈન્ડિયાનું પલડું ભારી હોવાનું જણાવ્યું અને પાકિસ્તાનની કમજોરીઓ ગણાવી.

સરફરાઝને અકરમની સલાહ

સરફરાઝને અકરમની સલાહ

પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ બોલર અને હાલ વર્લ્ડ કપ 2019માં કોમેન્ટ્રી કરી રહેલ અકરમે પાકિસ્તાન ટીમના કેપ્ટન સરફરાઝ અહમદને ભારત વિરુદ્ધ 16 જૂનના મુકાબલામાં નિડર થઈ રમવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે ટીમ ઈન્ડિયાના પક્ષમાં 80:30ના સરેરાશથી આ ગેમ છે. ભારત આ ટીમમાં જીતના પ્રબળ દાવેદાર છે પરંતુ પાકિસ્તાન પણ ભારતીય ટીમને આકરી ટક્કર આપશે. મેચના પરિણામ કોના પક્ષમાં આવશે આ સવાલ પર અકરમે કહ્યું કે ભુવનેશ્વર અને જસપ્રીત બુમરાહ ફોર્મમાં છે માટે ઓવરઓલ મેચ ટીમ ઈન્ડિયાના હાથમાં છે.

ધવન ટીમમાં ન હોવાથી નુકસાન

ધવન ટીમમાં ન હોવાથી નુકસાન

અકરમે મહામુકાબલા પર આગળ બોલતા કહ્યું કે ભારત-પાકિસ્તાન મેચમાં જે ટીમ પ્રેશરને સારી રીતે હેન્ડલ કરશે તે મેચ જીતશે. શિખર ધવન ઝખમી થવાથી ભારતીય ટીમને ફટકો લાગ્યો છે. તેમનો રેકોર્ડ પાકિસ્તાન વિરુદ્ધ સારો છે અને તેઓ ટીમમાં ન હોવાથી ભારતીય ટીમને લેફ્ટ-રાઈ કોમ્બિનેશનમાં પણ સમસ્યા થશે. ભારતના બેટિંગમાં ડેપ્થ છે અને ધવન ઝખમી હોવા છતાં સદી ફટકારી હતી જે દેખાડે છે કે તેઓ કેટલા દ્રઢ છે. ટીમ ઈન્ડિયામાં લેફ્ટ-રાઈટ કોમ્બિનેશન ન હોવાની સ્થિતિમાં પાકિસ્તાની ટીમના બોલર્સને તેનો ફાયદો મળશે.

અકરમને આ વાતની ચિંતા

અકરમને આ વાતની ચિંતા

વસીમ અકરમે જે વાતની સૌથી વધુ ચિંતા જતાવી છે એ છે કે પાકિસ્તાની ટીમમાં પાંચમા બોલરની કમી છે. તેમણે પાકિસ્તાની ટીમને ભારતના મુકાબલાની ઠીક પહેલા ઉકેલ આપ્યો કે ટીમમાં શાદાબ ખાનને સામેલ કરે. તેમણે પાકિસ્તાની બોલરની વાત કરતા કહ્યું કે પાકિસ્તાની ફાસ્ટ બોલર્સે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ લેંથ બોલિંગ નહોતી કરી. આમિરને બાદ કરતાં કોઈ બોલર્સ તેમના બેટ્સમેનને પરેશાન નહોતા કરી શક્યા. જણાવી દઈએ કે આ વર્લ્ડ કપમાં આમિરે અત્યાર સુધીમાં સૌથી વધુ 10 વિકેટ ખેરવી છે અને તેમણે ચેમ્પિયન્સ ટ્રોપીમાં પણ ભારત વિરુદ્ધ કહેર મચાવ્યો હતો. વસીમ અકરમે જણાવ્યું કે હાફીઝ અને મલિકની બોલિંગ છતાં પાકિસ્તાનને પાંચમા બોલરની કમી ખટકશે. જેનો ટીમ ઈન્ડિયા ફાયદો ઉઠાવવા માંગશે.

પાકિસ્તાનને જીત કેમ ન મળી

પાકિસ્તાનને જીત કેમ ન મળી

પાકિસ્તાન અત્યાર સુધીમાં વર્લ્ડ કપમાં એકેય વખત ભારતને નથી કરાવી શક્યું, આ સવાલ પર અકરમે કહ્યું કે આ આંકડા મીડિયામાં ગપશપ માટે સારા છે પરંતુ ખેલાડી આના વિશે બહુ ચિંતિત નથી હોતા અને મારું માનવું છે કે આની ચિંતા પણ ન હોવી જોઈએ. તેમણે માત્ર એ વાત પર ફોકસ કરવું જોઈએ કે ગેમ તેઓ રમી રહ્યા છે તેને પોતાની બેસ્ટ બનાવી દે. પાકિસ્તાન આજ સુધી વર્લ્ડ કપમાં ભારતને કેમ નથી હરાવી શક્યુંનો જવાબ વસીમ અકરમ ન આપી શક્યા અને કહ્યું કે મને નથી ખબર કે પાકિસ્તાન આજ સુધી કેમ ન જીતી શક્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X