અમદાવાદની ગરમીએ શાહરૂખ ખાનની હાલત બગાડી, હિટ સ્ટ્રોકને લઈને હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ સહિત ગુજરાતભરમાં ભારે ગરમી જોવા મળી રહી છે. આ ગરમીએ શાહરૂખ ખાનની હાલત બગાડી છે.
સમાચારો અનુસાર, શાહરૂખ ખાનની તબિયત અચાનક લડથી હતી. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદની કેડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

જણાવી દઈએ કે, શાહરૂખ ખાન IPL 2024 ક્વોલિફાયર 1 માં પોતાની ટીમ KKR ને સપોર્ટ કરવા માટે અમદાવાદ પહોંચ્યો છે. ગઈકાલે તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેની ટીમને ચીયર કરતો જોવા મળ્યો હતો. હાલમાં ગૌરી ખાન તેના પતિને જોવા અમદાવાદની હોસ્પિટલમાં પહોંચી છે.
માહિતી અનુસાર, 21 મે 2024ના રોજ અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રીને પાર હતું. હીટ-સ્ટ્રોક અને ડીહાઇડ્રેશનના કારણે શાહરૂખ ખાનની તબિયત બગડી છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે. KKR કો-ઓનર જૂહી ચાવલા અને તેના પતિ જય મહેતા પણ શાહરૂખ ખાનની તબિયત પૂછવા KD હોસ્પિટલ પહોંચ્યા હતા.
શાહરૂખ ખાન IPL 2024 ક્વોલિફાયર 1 મેચમાં તેના નાના પુત્ર અબરામ અને પુત્રી સુહાના ખાન સાથે તેની ટીમને સમર્થન આપવા પહોંચ્યા હતા. સુપરસ્ટારનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો જેમાં તે કેકેઆરના પરફોર્મન્સ પર અબરામ સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો.
આ મેચમાં KKRએ સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવીને IPLની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હાલમાં શાહરૂખ ખાનની બગડતી તબિયત વિશે સાંભળીને ચાહકો ચિંતિત છે.
KKRની જીત બાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શાહરૂખ ખાન પોતાના બાળકો સાથે ખૂબ જ ખુશ જોવા મળ્યો હતો. 22 મે 2024ના રોજ અચાનક સમાચાર આવી રહ્યા છે કે શાહરૂખ ખાનની તબિયત બગડી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે હીટ સ્ટ્રોકના કારણે તેઓ અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા. ભારે ગરમીના કારણે તેને શારીરિક તકલીફો પડી રહી હતી. હાલમાં તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને સામાન્ય લોકોથી લઈને સેલેબ્સ સુધી દરેક તેના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
