For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Asia Cup 2022 : રવિવારે ફરીથી ટકરાઇ શકે છે ભારત-પાકિસ્તાન! જાણો સંપૂર્ણ સમીકરણ

એશિયા કપ 2022ની બીજી મેચ રવિવારના રોજ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

|
Google Oneindia Gujarati News

Asia Cup 2022 : એશિયા કપ 2022ની બીજી મેચ રવિવારના રોજ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 19.5 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે 148 રન બનાવીને 5 વિકેટે મેચ જીતી લીધી હતી.

છેલ્લી ઓવર સુધી ચાલેલી આ રોમાંચક મેચમાં હાર્દિક પંડ્યાએ સિક્સર ફટકારીને ભારતને જીત અપાવી હતી. આ રીતે ભારતે T20 વર્લ્ડ કપ 2021માં પાકિસ્તાનથી મળેલી હારનો બદલો પણ લઈ લીધો હતો.

ફરી એકવાર ભારત-પાકિસ્તાન મેચ રમાઇ શકે છે

ફરી એકવાર ભારત-પાકિસ્તાન મેચ રમાઇ શકે છે

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પાકિસ્તાનની હાર બાદ ભારતીય ચાહકોની ખુશીનો પારન રહ્યો.

ભારતીય ટીમના સમર્થકોએ દેશની સાથે-સાથે વિદેશમાં પણ જોરદાર ઉજવણી કરી હતી. દુબઈ સ્ટેડિયમની બહાર પણ આતશબાજીજોવા મળી હતી. ચાહકોની આ ખુશી ટૂંક સમયમાં બમણી થઈ શકે છે.

જો તમામ સમીકરણો બરાબર રહેશે, તો આગામી રવિવારે પણ ભારતઅને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ જોવા મળી શકે છે. ચાલો સમજીએ કે આ મોટી મેચ માટે કઈ ટીમને જીતવી જોઈએ અને કોની હારજરૂરી છે.

તેમના ગૃપમાં ટોચ પર છે ભારત-પાક

તેમના ગૃપમાં ટોચ પર છે ભારત-પાક

એશિયા કપ 2022માં બે ગ્રુપ છે. ભારત, પાકિસ્તાન અને હોંગકોંગ ગ્રુપ Aમાં છે, જ્યારે બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા ગ્રુપ Bમાંછે.

ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે. હવે 31 ઓગસ્ટના રોજ ટીમ ઈન્ડિયાનો મુકાબલો હોંગકોંગ સાથે થશે. આ મેચમાં ભારતની જીત પણલગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.

જો આમ થશે તો ભારત ગ્રુપ Aમાં ટોપ પર આવી જશે. આવા સમયે, 2 સપ્ટેમ્બરના રોજપાકિસ્તાન અને હોંગકોંગ વચ્ચે મુકાબલો થશે. જો પાકિસ્તાન આ મેચ જીતશે, તો તે ગ્રુપ Aમાં બીજા સ્થાને પહોંચી જશે.

3જી સપ્ટેમ્બરથી સુપર-4 મેચ

3જી સપ્ટેમ્બરથી સુપર-4 મેચ

ગ્રુપ A અને ગ્રુપ Bમાંથી ટોપ 2 ટીમો સુપર-4 સ્ટેજમાં પ્રવેશ કરશે. એટલે કે ભારત અને પાકિસ્તાન માટે તેમના ગ્રુપમાંથી સુપર-4માંપહોંચવું લગભગ નિશ્ચિત છે. સુપર-4 તબક્કાની મેચો 3જી સપ્ટેમ્બરથી શરૂ થશે.

ગ્રુપ બીની ટોચની 2 ટીમો 3 સપ્ટેમ્બરના રોજ સામસામેટકરાશે. 4 સપ્ટેમ્બરના રોજ ગ્રુપ Aની ટોપ-2 ટીમો વચ્ચે મેચ રમાશે.

જો તમામ સમીકરણો બરાબર રહેશે તો ફરી એકવાર 4 સપ્ટેમ્બર,રવિવારના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ જોવા મળશે. ભારત અને પાકિસ્તાન હોંગકોંગને આસાનીથી હરાવી શકે છે, તેથીઆ શાનદાર મેચની શક્યતા વધી જાય છે.

એશિયા કપ 2022નું શેડ્યૂલ

એશિયા કપ 2022નું શેડ્યૂલ

  • 27 ઓગસ્ટ : શ્રીલંકા vs અફઘાનિસ્તાન (અફઘાનિસ્તાનની 8 વિકેટે જીત)
  • 28 ઓગસ્ટ : ભારત vs પાકિસ્તાન (ભારતની 5 વિકેટે જીત)
  • 30 ઓગસ્ટ : બાંગ્લાદેશ vs અફઘાનિસ્તાન
  • 31 ઓગસ્ટ : ભારત vs હોંગકોંગ
  • સપ્ટેમ્બર 1 : શ્રીલંકા vs બાંગ્લાદેશ
  • 2 સપ્ટેમ્બર : પાકિસ્તાન vs હોંગકોંગ
  • B1 vs B2 : સુપર 4 મેચ - 3 સપ્ટેમ્બર
  • A1 vs A2 : સુપર 4 મેચ - 4 સપ્ટેમ્બર
  • A1 vs B1 : સુપર 4 મેચ - 6 સપ્ટેમ્બર
  • A2 vs B2 : સુપર 4 મેચ - 7 સપ્ટેમ્બર
  • A1 vs B2 : સુપર 4 મેચ - 8 સપ્ટેમ્બર
  • B1 vs A2 : સુપર 4 મેચ - 9 સપ્ટેમ્બર
  • ફાઇનલ (1 સુપર 4 vs 2 સુપર 4) - 11 સપ્ટેમ્બર

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Asia Cup 2022 :India-Pakistan can clash again on Sunday! know the complete equation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X