Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Asia Cup 2023 Final, IND vs SL : ભારત-શ્રીલંકા 13 વર્ષ બાદ ફાઇનલમાં ટકરાશે, જાણો કોણ જીતશે આજની મેચ?

Asia Cup 2023 Final, IND vs SL : એશિયા કપ 2023 ની ફાઇનલ શ્રીલંકા (SL) અને ભારત (IND) વચ્ચે રવિવાર, 17 સપ્ટેમ્બરના રોજ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ટકરાશે. બંને ટીમો ટૂર્નામેન્ટમાં શાનદાર ફોર્મમાં છે, અને ફાઇનલમાં પહોંચી છે. બંને તરફથી થઈ રહેલા વિસ્ફોટક પ્રદર્શનને કારણે આ મેચ ખૂબ જ રસપ્રદ બનવા જઈ રહી છે.

રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ટૂર્નામેન્ટના સુપર ફોર રાઉન્ડમાં બાંગ્લાદેશ સામે હાર્યા બાદ મેદાનમાં ઉતરશે. બીજી તરફ શ્રીલંકાએ તેની છેલ્લી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પાકિસ્તાનને હરાવ્યું હતું અને ટૂર્નામેન્ટની ફાઇનલમાં તેનો મેચ ભારત સાથે થવાનો છે.

Asia Cup 2023 Final

આ બેટ્સમેનો કરી શકે છે શ્રીલંકા સામે કમાલ - એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકા સામે વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા મહત્વના બેટ્સમેન સાબિત થઇ શકે છે. આ સિવાય ઓપનર શુભમન ગિલની બાંગ્લાદેશ સામેની સદી પણ અહીં તેનો આત્મવિશ્વાસ વધારશે. ફાઈનલમાં ઓપનર ગિલ ભારત માટે સર્વશ્રેષ્ઠ બેટ્સમેન બની શકે છે.

શ્રીલંકા સામે ભારતીય બોલિંગ ઓર્ડર - બોલિંગ વિભાગમાં જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને સ્પિનર​કુલદીપ યાદવની વાપસી શ્રીલંકાને સંઘર્ષ કરવા મજબૂર કરી શકે છે. એશિયા કપ ફાઇનલમાં ભારત માટે સ્ટાર સ્પિનર​કુલદીપ યાદવ શ્રેષ્ઠ બોલર બની શકે છે. કુલદીપ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાંથી એક છે અને શાનદાર ફોર્મમાં છે.

ફાઈનલ પહેલા શ્રીલંકાને લાગ્યો મોટો આંચકો - બીજી તરફ એશિયા કપની ફાઈનલ મેચ પહેલા શ્રીલંકાને મોટો ઝટકો લાગ્યો છે. સ્પિનર​મહેશ થીક્ષાના હેમસ્ટ્રિંગની ઈજાને કારણે એશિયા કપની ફાઈનલમાંથી બહાર થઈ ગયો છે. શ્રીલંકાની ટીમ પહેલાથી જ વાનિન્દુ હસરંગા, દુષ્મંથા ચમીરા, લાહિરુ મદુશંકા અને લાહિરુ કુમારા જેવા ખેલાડીઓ વિના રમી રહી છે.

ભારત vs શ્રીલંકાનો હેડ ટુ હેડ રેકોર્ડ - ભારત અને શ્રીલંકા ODI ફોર્મેટમાં અત્યાર સુધી 166 વખત ટકરાયા છે. આ સમયગાળા દરમિયાન ભારતીય ટીમ શ્રીલંકા સામે મજબૂત સ્થિતિમાં છે. ટીમ ઈન્ડિયાએ કુલ 97 મેચ જીતી છે, જ્યારે શ્રીલંકાએ 57 મેચ જીતી છે. 11 મેચમાં કોઈ પરિણામ આવી શક્યું ન હતું, જ્યારે એક મેચ ટાઈ રહી હતી.

આઠમી વખત ટ્રોફી જીતવાનો પ્રયાસ કરી રહી છે ટીમ ઈન્ડિયા - ભારતીય ટીમે 1984માં એશિયા કપની પ્રથમ ફાઈનલ મેચ શ્રીલંકાને હરાવીને જીતી હતી, અને છેલ્લે 2018માં દુબઈમાં ફાઈનલ મેચમાં બાંગ્લાદેશને હરાવીને ટાઈટલ જીત્યું હતું.

એશિયા કપમાં સૌથી વધુ વખત ટાઈટલ જીતવાનો રેકોર્ડ ભારતના નામે છે. ભારતીય ટીમે સૌથી વધુ 7 વખત ખિતાબ જીત્યો છે (વર્ષ 1984, 1988, 1990-91, 1995, 2010, 2016, 2018). શ્રીલંકા સામેની ફાઇનલમાં ભારત આઠમી વખત ટ્રોફી જીતવાનો પ્રયાસ કરશે.

ભારત અને શ્રીલંકા વચ્ચેની ફાઈનલ કોણ જીતી શકે? - એશિયા કપની ફાઈનલમાં પ્રવેશતા પહેલા ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે મજબૂત સ્થિતિમાં છે. આંકડા મુજબ, ભારતની આ મેચ જીતવાની વધુ તકો છે.

શ્રીલંકાની પ્લેઇંગ ઇલેવન - પથુમ નિસાંકા, દિમુથ કરુણારત્ને, કુસલ મેન્ડિસ (વિકેટકિપર), સદીરા સમરવિક્રમા, ચારિથ અસલંકા, ધનંજયા ડી સિલ્વા, દાસુન શનાકા (કેપ્ટન), દુનીથ વેલાલેજ, દુષણ હેમંથા, કસુન રાજીથા, મથીશા પાથિરાના

ભારતની પ્લેઇંગ ઇલેવન - રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X