Asia Cup 2023, Ind vs Pak: સ્ટેડિયમ પહોંચ્યા ખેલાડી, થોડી જ વારમાં થશે ટોસ
ભારત અને પાકિસ્તાનની ટીમો લાંબા સમય બાદ ODIમાં આમને-સામને છે. ભારતે છેલ્લે 2019 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને ODIમાં હરાવ્યું હતું. હવે થોડીવારમાં મોસ્ટ અવેઇટેડ મેચ માટે ટોસ થશે. હવે ભારત પાસે એશિયા કપમાં હારનો મોકો છે. શ્રીલંકાના પલ્લેકેલે સ્ટેડિયમમાં બંને વચ્ચેની મેચ જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો સ્ટેડિયમ પહોંચ્યા હતા.
પ્રશંસકો પલ્લેકેલે સ્ટેડિયમમાં રમાઇ રહેલી ભારત અને પાકિસ્તાનની મેચ મફતમાં જોઈ શકે છે. ચાહકો ભારત-પાકિસ્તાનની લાઈવ મેચ Hotstar મોબાઈલ એપ પર ફ્રીમાં જોઈ શકે છે. આ સિવાય મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર જોઈ શકાશે.

મોબાઈલ પર મેચ જોવા માટે તમારે Hotstar એપ ડાઉનલોડ કરવી પડશે. બંને ટીમોના ટ્વિટર હેન્ડલ દ્વારા પણ મેચની મજા માણી શકાશે.
ભારત વિ પાકિસ્તાન મેચમાં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે. શ્રીલંકાના પલ્લેકેલે સ્ટેડિયમમાં પ્રથમ બોલિંગ કરનારી ટીમોએ પ્રથમ બેટિંગ કરતા ટીમો કરતાં વધુ મેચ જીતી છે.
ભારતની સંભવિત પ્લેઇંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
પાકિસ્તાનની સંભવિત પ્લેઇંગ 11: ફખર ઝમાન, ઇમામ ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), આગા સલમાન, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ.












Click it and Unblock the Notifications
