Asia Cup 2023 : અડધી સદીની હેટ્રિક સાથે ટેબલ ટોપર બન્યો રોહિત શર્મા, બન્યો નંબર 1 ખેલાડી
Asia Cup 2023, Rohit Sharma, IND vs SL : હાલ એશિયા કપ ચાલી રહ્યો છે. જેમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઇ રહી છે. જેમાં રોહિત શર્માએ એશિયા કપમાં પોતાનું જોરદાર ફોર્મ બતાવ્યું છે.
પાકિસ્તાન સામે પ્રથમ મેચમાં મળેલી હાર બાદ તેણે સતત ત્રણ વનડે મેચમાં અડધી સદીની ઇનિંગ્સ રમી છે. રોહિત શર્માએ શ્રીલંકા સામે સુપર 4માં તેની 51મી ODI અડધી સદી ફટકારી હતી.

કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમતા રોહિત શર્માએ 53 રનની ઇનિંગ રમી હતી. તેણે કુલ 48 બોલનો સામનો કર્યો હતો. આ સાથે તે એશિયા કપની આ આવૃત્તિમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન બની ગયો છે. બેટ્સમેનોની યાદીમાં તે નંબર વન પર આવી ગયો હતો.
રોહિત શર્માએ 4 મેચની 4 ઇનિંગ્સમાં બેટિંગ કરતા કુલ 194 રન બનાવ્યા છે. રોહિત શર્માના બેટમાંથી લગભગ 109ના સ્ટ્રાઈક રેટથી રન આવ્યા છે. તેની એવરેજ પણ ઘણી સારી રહી છે. તે લગભગ 65ની એવરેજથી રન બનાવી રહ્યો છે. તેના બેટમાંથી ત્રણ અર્ધસદી આવી છે.
રોહિત શર્મા બાદ બાંગ્લાદેશના બેટ્સમેન નઝમુલ હસન શાંતોનો ટોપ પાંચ બેટ્સમેનોમાં સમાવેશ થાય છે. તેણે 2 મેચમાં 193 રન બનાવ્યા છે. તેના બેટમાંથી સદી આવી છે. બાબર આઝમ 178 રન સાથે ત્રીજા નંબર પર છે. બાબર આઝમે 4 મેચની 3 ઇનિંગ્સમાં બેટિંગ કરી હતી.
રોહિત શર્માએ વનડે ક્રિકેટમાં પણ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. તે 10000 ODI રન બનાવનારો છઠ્ઠો ભારતીય બેટ્સમેન બન્યો છે.
તે સચિન અને કોહલીની વિશિષ્ટ ક્લબમાં જોડાયો છે. તે વન-ડેમાં સૌથી ઝડપી દસ હજાર રન બનાવનારો બીજો બેટ્સમેન બન્યો છે. વિરાટ કોહલીનું નામ નંબર વન પર છે.












Click it and Unblock the Notifications
