Asia Cup 2023 : ભારતને પોતાનું બીજુ ઘર ગણાવનારી ખૂબસૂરત અફઘાની ફેન વજમા અયુબી કોણ છે? જાણો કેમ ચર્ચામાં છે?

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનનો મુકાબલો વરસાદને કારણે બીજા દિવસે યોજાવા જઈ રહ્યો છે. ભારત-પાકિસ્તાન મેચ વચ્ચે એક અફઘાન ફેનની ખૂબસૂરતીની ખુબ ચર્ચા થઈ રહી છે.

વરસાદ રોકાય તે માટે ફેન્સ પ્રાથના કરી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર એક અફઘાની યુવતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ અફઘાની યુવતીની ખૂબસૂરતી ફેન્સને ઘાયલ કરી રહી છે.

Wazhma Ayoubi

આપણે જે યુવતીની વાત કરી રહ્યા છીએ તે મુળ અફઘાનીસ્તાનની છે અને તેનું નામ વજમા અયુબી છે. વજમા તેની ક્રિકેટની દિવાનગી અને સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં રહે છે. હવે વજમા ભારત-પાકિસ્તાન મેચ વચ્ચે તેની એક પોસ્ટને કારણે ચર્ચામાં છે. આ પોસ્ટમાં તેને ભારતને પોતાનું બીજુ ઘર ગણાવ્યુ છે.

વજમા અયુબીએ કરેલી આ પોસ્ટ આગની જેમ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ તેણીએ ભારત-પાકિસ્તાન મેચના ટોસ પહેલા કરી હતી. તેણે ટ્વિટ કરી લખ્યુ કે, મારી સેકન્ડ હોમ ટીમને શુભકામનાઓ #IndiavsPak #AsiaCup2023. વજમાની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ ગઈ છે. હવે લોકો તેની પોસ્ટ સાથે ખૂબસૂરતીની પણ ચર્ચા કરી રહ્યા છે.

વજમાએ તેની પોસ્ટમાં એક વીડિયો શેર કર્યો છે અને તેમાં તે ભારતીય જર્સીમાં જોવા મળી રહી છે. તેની સુંદરતા અને સ્ટાઈલના લોકો વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, ખૂબ ખૂબ આભાર. ભારત તરફથી ઘણો પ્રેમ અને સન્માન, અમે અફઘાનિસ્તાનમાં અમારા ભાઈઓ વતી આ જીતીશું.

જણાવી દઈએ કે, વજમા અયુબી હાલ દુબઈમાં રહે છે અને મૂળ અફઘાનિસ્તાનની છે. સામાજિક કાર્યકર હોવા ઉપરાંત તે એક બિઝનેસવુમન છે. IPL 2022 દરમિયાન પણ તેના ઘણા વીડિયો વાયરલ થયા હતા.

અહીં એ પણ જણાવી દઈએ કે, રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી એશિયા કપ 2023ની સુપર ફોરની મેચ વરસાદના કારણે પૂર્ણ થઈ શકી ન હતી અને તેથી તે હવે યોજાવા જઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X