Asia Cup 2025 : ભારતીય-પાકિસ્તાન મેચ ક્યારે? જાણો એશિયા કપનો પુરો કાર્યક્રમ
Asia Cup 2025 Schedule in Gujarati : ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશખબર છે. એશિયા કપ 2025ની તારીખોની જાહેરાત થઇ ગઈ છે. જે મેચની સૌને સૌથી વધુ રાહ હતી એ ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર પણ આ ટૂર્નામેન્ટમાં જોવા મળશે.
એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ મોહસિન નકવીએ ટુનાર્મેન્ટને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

ACC અનુસાર, આ ટૂર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાશે. અહેવાલો અનુસાર, સમગ્ર Asia Cup ઈવેન્ટ સંયુક્ત આરબ અમીરાત (UAE) માં રમાશે.
ભારતના આયોજન હેઠળ આ ટૂર્નામેન્ટ ભારતની બહાર આયોજિત થનાર છે કારણ કે પાકિસ્તાનની ટીમે ભારત આવવાનો ઇનકાર કર્યો છે. તેથી ન્યુટ્રલ વેન્યૂ પસંદ કરવામાં આવ્યું છે.
શેડ્યૂલ મુજબ, ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવાની શક્યતા છે. જો બંને ટીમો આગળ વધે છે તો તે બંને વચ્ચે બે વખત મુકાબલો થઈ શકે છે. આખુ શેડ્યૂલ આગામી 24થી 48 કલાકમાં જાહેર થવાની સંભાવના છે.
આ ટૂર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેશે. આ ઈવેન્ટ 2026માં યોજાનાર T20 World Cup ની તૈયારી માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. Asia Cup આ વખતે T20 ફોર્મેટમાં રમાશે.
ગૌરવપૂર્ણ વાત એ છે કે T20 ફોર્મેટમાંથી રોહિત શર્મા અને વિરાટ કોહલી નિવૃત્તિ લઈ ચૂક્યા છે, તેથી આ ટૂર્નામેન્ટમાં તે જોવા નહીં મળે.












Click it and Unblock the Notifications
