Asia Cup 2025 : એશિયા કપમાં ભારત-પાકિસ્તાન કેટલી વખત ટકરાશે?
Asia Cup 2025 : આગામી એશિયા કપની શરૂઆત 9 સપ્ટેમ્બરથી થવા જઈ રહી છે અને ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહનો માહોલ છે. આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રાહ જોવાઈ રહેલો મુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો છે.
માં બન્ને દેશો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિને કારણે આ મેચો પર સૌની નજર રહેશે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ ત્રણ વખત મેચ જોવા મળી શકે છે.

ભારત પોતાની પહેલી મેચ 10 સપ્ટેમ્બરે યુનાઇટેડ અરબ એમિરાત (UAE) સામે રમશે, જ્યારે પાકિસ્તાન 12 સપ્ટેમ્બરે ઓમાન સામે રમશે.
જો કે, સૌની નજર 14 સપ્ટેમ્બરના મેચ પર રહેશે, જ્યારે ભારત અને પાકિસ્તાન પ્રથમ વખત પહલગામ આતંકી હુમલા પછી એકબીજા સામે ટકરાશે. આ મેચ દુબઈના ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.
ભારત-પાકિસ્તાનની સંભવિત ટક્કર
એશિયા કપમાં ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે.
- ગ્રુપ A: ભારત, પાકિસ્તાન, ઓમાન અને UAE
- ગ્રુપ B: અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને હોંગકોંગ-ચીન
બંને ગ્રુપમાંથી બે-બે ટીમો સુપર-4 સ્ટેજમાં ક્વોલિફાય થશે. જો ગ્રુપ Aમાંથી ભારત અને પાકિસ્તાન ક્વોલિફાય કરે છે તો સુપર-4માં ફરીથી એકવાર આ બંને ટીમ આમને-સામને આવી શકે છે. આ મેચ દુબઈ અથવા અબુ ધાબીમાં ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યે રમાશે.
જો સુપર-4માં સારું પ્રદર્શન કરીને ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં પહોંચે છે તો એશિયા કપ 2025માં ત્રીજી વાર આ બંને ટીમો વચ્ચે મુકાબલો જોવા મળશે. એશિયા કપની ફાઇનલ 28 સપ્ટેમ્બરે દુબઈમાં ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.
એશિયા કપ 2025 માટે બંને ટીમ
ભારતીય ટીમ : સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ (વાઇસ-કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, જીતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, હર્ષિત રાણા અને રિંકુ સિંહ.
પાકિસ્તાન ટીમ : સલમાન આગા (કેપ્ટન), અબરાર અહેમદ, ફહીમ અશરફ, ફખર જમાન, ખુશદિલ શાહ, મોહમ્મદ હારિસ (વિકેટકીપર), હારિસ રઉફ, હસન અલી, હસન નવાઝ, હુસૈન તલત, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ, સાહિબઝાદા ફરહાન, સેમ અય્યુબ, સલમાન મિર્ઝા, શાહીન આફરીદી અને સુફિયાન મુકીમ.












Click it and Unblock the Notifications
