Asia Cup : નેપાળ સામે પાકિસ્તાનની આસાન જીત, 238 રને મુકાબલો જીત્યો
એશિયા કપની શરૂઆત થઈ ગઈ છે અને પાકિસ્તાને તેના પહેલા મુકાબલામાં નેપાળને હરાવીને પહેલી જીત મેળવી છે. પાકિસ્તાનને નેપાળની પુરી ટીમને પત્તાની જેમ વિખેરીને 238 રને મેચ જીતી લીધી છે.
નેપાળ સામે મુકાબલમાં પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને 6 વિકેટે 342 રન બનાવ્યા હતા. જવાબમાં રન બનાવવા ઉતરેલી નેપાળની ટીમ 104 રનમાં ઓલ આઉટ થઈ ગઈ.

ટોસ જીત્યા બાદ પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. જો કે તેની શરૂઆત ખરાબ રહી અને ઓપનર બેટ્સમેન ફખર ઝમાન 14 રન અને ઈમામ ઉલ હક 5 રન બનાવીને આઉટ થઈ ગયો. આ પછી બાબર આઝમ અને રિઝવાને મળીને ત્રીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરી.
રિઝવાનના આઉટ થયા બાદ સલમાન આગા બેટિંગ માટે આવ્યો અને 5 રન બનાવીને આઉટ થયો. જો કે બાબર આઝમે એક છેડો પકડી રાખ્યો અને 9મી ODI સદી ફટકારી. બાબર આઝમ 131 બોલમાં 14 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે શાનદાર 151 રનની ઈનિંગ્સ રમી.
બાબર આઝમ સાથે ઝડપી બેટિંગ કરતા ઈફ્તિખાર અહેમદે 67 બોલમાં સદી ફટકારી દીધી. વનડેમાં આ તેની પ્રથમ સદી છે. ઈફ્તિખારે 71 બોલમાં અણનમ 109 રન બનાવ્યા. આમ પાતિસ્તાને કુલ 6 વિકેટે 342 રન બનાવ્યા.
બીજી ઇનિંગ્સમાં નેપાળે પ્રથમ ઓવરમાં જ એક સાથે બે વિકેટ ગુમાવી. પહેલા ઓપનર કુશલ ભરતેલ 8 રન બનાવીને આઉટ થયો અને તે પછી રોહિત પૌડેલ ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફ્યો. આફ્રિદીએ બંનેને આઉટ કર્યા. આ પછી આસિફ શેખ 5 રન બનાવીને આઉટ થયો હતો.
14 રનમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ નેપાળ માટે આરિફ શેખ અને સોમપાલ કાફીએ ચોથી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરી. આરિફ 26 અને સોમપાલ 28 રન બનાવીને આઉટ થયા. અહીંથી અન્ય બેટ્સમેનો એક પછી એક આઉટ થતા રહ્યા અને નેપાળની ટીમ 104 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ.












Click it and Unblock the Notifications
