Asia Cup PAK vs NEP: પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગનો લીધો નિર્ણય, જાણો બન્નેની પ્લેઇંગ 11
એશિયા કપ 2023ની પ્રથમ મેચ આજે પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાઈ રહી છે. પાકિસ્તાનની ટીમ આ ટુર્નામેન્ટનું આયોજન કરી રહી છે. નેપાળની ટીમ પ્રથમ વખત એશિયા કપમાં રમી રહી છે. મુલતાન ક્રિકેટ સ્ટેડિયમમાં બપોરે 3 વાગ્યે મેચ શરૂ થશે. પાકિસ્તાને ટોસ જીતી બેટિંગનો નિર્ણય લીધો છે.
પાકિસ્તાનની ટીમ આસાનીથી જીતની આશા સાથે ઉતરી રહી છે. અફઘાનિસ્તાન સામેની ટી-20 શ્રેણી 3-0થી જીતી હતી. સાથે જ નેપાળની ટીમ માટે પણ આ મેચ ઘણી મહત્વની છે. જો નેપાળ આ મેચ જીતી જશે તો ટુર્નામેન્ટમાં સારા પ્રદર્શનની આશા વધી જશે.

પાકિસ્તાનની પ્લેઇંગ 11: ફખર ઝમાન, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), આગા સલમાન, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ.
નેપાળની પ્લેઇંગ 11: કુશલ ભુર્તેલ, આસિફ શેખ (વિકેટકીપર), રોહિત પૌડેલ (કેપ્ટન), આરિફ શેખ, કુશલ મલ્લ, દીપેન્દ્ર સિંઘ એરે, ગુલસન ઝા, સોમપાલ કામી, કરણ કેસી, સંદીપ લામિછાણે, લલિત રાજબંશી.












Click it and Unblock the Notifications
