Asian Para Games 2023: એશિયન પેરા ગેમ્સમાં સિદ્ધાર્થ બાબુએ રચ્યો ઇતિહાસ, વર્લ્ડ રેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ
Asian Para Games 2023: એશિયન પેરા ગેમ્સ 2023માં ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. આ વચ્ચે 50 મીટર રાઇફલ પ્રોન એસએચ1 ઇવેન્ટમાં ભારતના સિદ્ધાર્થ બાબુએ ઇતિહાસ રચ્યો છે. સિદ્ધાર્થ બાબુએ નવો વર્લ્ડ રેકોર્ડ બનાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે.
ભારતના સિદ્ધાર્થ બાબુએ ગુરુવારના રોજ ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન પેરા ગેમ્સ 2023માં મિશ્ર 50 મીટર રાઇફલ પ્રોન SH1 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. બાબુએ ફાઇનલમાં 247.7 પોઈન્ટના નવા ગેમ રેકોર્ડ સાથે ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું અને પેરિસ પેરા ઓલિમ્પિક્સ 2024માં પણ બર્થ મેળવ્યો છે.

બીજી તરફ, અવની લેખા એ જ ઇવેન્ટની ફાઇનલમાં 8મા ક્રમે રહી હતી. બાબુની સિદ્ધિ સાથે, એશિયન પેરા ગેમ્સમાં ભારતના ગોલ્ડ મેડલની સંખ્યા હવે 17 થઈ ગઈ છે. આજે એથલીટ સચિન સર્જેરાવે એશિયન પેરા ગેમ્સ 2023માં પુરુષોના F-46 શોટ પુટમાં ભારત માટે 16મો સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. તેણે 16.03 મીટર નોંધણી કરીને ગેમ્સનો રેકોર્ડ તોડ્યો. અન્ય ભારતીય એથ્લેટ રોહિત કુમારે 14.56 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
એશિયન પેરા ગેમ્સ 2023નો ત્રીજો દિવસ ભારત માટે ઘણો સફળ સાબિત થયો છે. એથ્લેટિક્સ ઉપરાંત, ભારતે તીરંદાજી અને પાવરલિફ્ટિંગમાં કેટલાક વધુ મેડલ જીત્યા છે. આ પહેલા 25 ઓક્ટોબરના રોજ ભારતના અંકુર ધમાનું શાનદાર પ્રદર્શન ગેમ્સમાં જોવા મળ્યું હતું. તેણે 1500 મીટર T11માં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે.
આ ઈવેન્ટમાં અંકુરે 4:27:70 મિનિટનો સમય લઈને અન્ય તમામ સ્પર્ધકોને હરાવીને ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. જોકે, કિર્ગિસ્તાનના અબ્દુવાલીએ સિલ્વર મેડલ કબજે કર્યો હતો. અંકુર ધામાએ ત્રણ દિવસમાં બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો.












Click it and Unblock the Notifications
