મહાન ક્રિકેટર રિચી બનૉડના નિધનથી ક્રિકેટ જગત ગમગીન

સિડની, 10 એપ્રિલ: ક્રિકેટના મેદાન પર પોતાની રમતથી લોકોનું દિલ જીત્યા બાદ કોમેંટ્રી બોક્સમાં પોતાની એક વિશેષ ઓળખ ઊભી કરનાર રિચી બનૉડનું 84 વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયું છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટની સાથે દુનિયાભરના ક્રિકેટરો માટે લિજેન્ડ મનાતા બનૉડ કેંસરથી પીડાઇ રહ્યા હતા. તેમના નિધનથી સમગ્ર ક્રિકેટ જગતમાં શોકની લાગણી પ્રવર્તી ગઇ છે.

બનૉડ ઓસ્ટ્રેલિયા ટીમની કપ્તાની પણ કરી ચૂક્યા છે. બનૉડે પોતાની લેગ સ્પિન બોલિંગના પગલે ક્રિકેટની દુનિયામાં પોતાનો ડંકો વગાડ્યો હતો. 1964માં ક્રિકેટથી સંન્યાસ લીધા બાદ બનૉડે પત્રકારત્વને પોતાના વ્યવસાય તરીકે પસંદ કર્યું. બનૉડે 63 ટેસ્ટ મેચ રમી છે 28માં તેમણે ટીમની કમાન પણ સંભાળી છે.

બનૉડે 2005માં ઇંગ્લેંડ અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે થયેલી મેચ માટે છેલ્લીવાર કોમેંટ્રી કરી હતી. જોકે 2013 સુધી બનૉડે ઓસ્ટ્રેલિયાઇ ચેનલ 9 માટે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. નવેમ્બર 2013માં બનૉડને પોતાની સ્કીન કેંસર અંગે ખબર પડી, જેનાથી તેઓ ખૂબ જ ઘણા લાંબા સમય સુધી લડતા રહ્યા.

મહાન ક્રિકેટર રિચી વિશે થોડુંક જાણવા જેવું અને સચિને શું કહ્યું જુઓ સ્લાઇડરમાં...

200 વિકેટ અને 2000 રન બનાવનાર પહેલા ખેલાડી

200 વિકેટ અને 2000 રન બનાવનાર પહેલા ખેલાડી

બનોડે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં 259 મેચ રમી જેમાં તેમણે 945 વિકેટ લીધી, એટલું જ નહીં તેમણે 11719 રન પણ બનાવ્યા, તેમાં તેમણે 23 સદી ફટકારી હતી. બનૉડે 36.50ની એવરેજથી રન બનાવ્યા. એટલું જ નહીં બનોડ પહેલા એવા ખેલાડી છે જેમણે ટેસ્ટ મેચોમાં 200 વિકેટની સાથે 2000 રન પણ બનાવ્યા છે.

કપ્તાન તરીકે કોઇ શ્રેણી નથી હાર્યા

કપ્તાન તરીકે કોઇ શ્રેણી નથી હાર્યા

બનૉડને એક શાનદાર કપ્તાન તરીકે ઓળખવામાં આવતા હતા. તેમની કપ્તાનીએ ઓસ્ટ્રેલિયાએ કોઇ શ્રેણીમાં હાર નથી મેળવી. બનૉડની કપ્તાની દરમિયાન તેમણે 5 શ્રેણી જીતી જ્યારે 2 શ્રેણીને ડ્રો કરવામાં સફળ રહ્યા હતા.

રમત દરમિયાન બીબીસીથી કર્યો ટ્રેનિંગ કોર્ષ

રમત દરમિયાન બીબીસીથી કર્યો ટ્રેનિંગ કોર્ષ

1956માં એશેસ શ્રેણી દરમિયાન બનૉડે બીબીસીમાંથી પોતાનો ટ્રેનિંગ કોર્ષ પૂરો કર્યો અને પોતાના કરિયરની શરૂઆત રેડિયો કોમેંટેટર તરીકે શરૂ કરી. 1960માં બનૉડે બીબીસી રેડિયો પર પહેલી વાર કોમેંટ્રી કરી જ્યારે 1963માં પહેલીવાર તેમણે ટીવી પર કોમેંટ્રી કરવાની શરૂઆત કરી.

સચિને આપી શ્રદ્ધાંજલિ

બનૉડના નિધન પર સચિન તેંડુલકરે તેમને શ્રદ્ધાંજલિ આપતા તેમની સાથે વિતાવેલ સમય અને યાદોને ટ્વિટર પર વહેંચી હતી. સચિને જણાવ્યું કે બનૉડ એક ખૂબ જ સરસ વ્યક્તિ હતા.

સચિને યાદ કરી વાતો

બનૉડના નિધન પર સચિન તેંડુલકરે તેમને શ્રદ્ધાંજલિ આપતા તેમની સાથે વિતાવેલ સમય અને યાદોને ટ્વિટર પર વહેંચી હતી.

ક્રિકેટ જગતને નુકસાન

માસ્ટર બ્લાસ્ટરે દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું તે રિચીના જવાથી ક્રિકેટ જગતને ભારે નુકસાન થયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X