IPLમાં આઠમી ફ્રેન્ચાઈઝી તરફથી રમશે એરોન ફિંચ, આવું કરનાર એકમાત્ર ખેલાડી
ફિંચ આઈપીએલમાં નવો રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે. જેવા ફિંચ RCB માટે પહેલી મેચ રમશે કે તે આઈપીએલની 8 ફ્રેન્ચાઈઝી માટે રમનાર પહેલા ખેલાડી બનશે.
ઓસ્ટ્રેલિયાની વન ડે ટીમના કેપ્ટન એરોન ફિંચ વિશ્વના સારા ઓપનર્સમાં સામેલ છે. આઈપીએલ 2020માં ફિંચ બેંગ્લોર તરફથી કોહલીની કેપ્ટનસીમાં રમતા દેખાશે. બેંગ્લોરે ફિંચને 4.40 કરોડમાં ખીદ્યા છે. 2010થી આ લીગનો હિસ્સો રહેલા ફિંચ પાસેથી આ વર્ષે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પણ ખૂબ જ આશા હશે. જો કે ફિંચ આઈપીએલમાં નવો રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે. જેવા ફિંચ RCB માટે પહેલી મેચ રમશે કે તે આઈપીએલની 8 ફ્રેન્ચાઈઝી માટે રમનાર પહેલા ખેલાડી બનશે. 2010માં પહેલીવાર ફિંચ આ લીગ રમ્ય ત્યારે તે રાજસ્થાન રોયલ્સનો હિસ્સો હતા. 2018ની સિઝનમાં તે કિંગ્સ 11 પંજાબ માટે રમ્યા હતા.

વચ્ચે બે સિઝન તે દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમ્યા. બાદમાં પૂણે વોરિયર્સે તેમને પોતાની ટીમમાં સામેલ કર્યા. 2014ની આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને 2015માં તે મુંબઈ ઈન્ડિયન્સની બ્લૂ ટીશર્ટમાં મેદાન પર દેખાયા. તો 2016માં તે ગુજરાત લાયન્સ અને પછી પંજાબ તરફથી રમ્યા.
ફિંચની જેમ સૌથી વધુ ટીમ તરફથી રમનાર ખેલાડીઓમાં ઓલરાઉન્ડર યુવરાજસિંહ અને વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલ પણ છે. આ બંને ખેલાડી આઈપીએલમાં 6-6 ટીમ તરફથી રમી ચૂક્યા છે. પાર્થિવ આઈપીએલમાં ચેન્નાઈ સુપરકિંગ્સ, કોચ્ચી ટસ્કર્સ, ડેક્કન ચાર્જર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિન્સનો હિસ્સો રહી ચૂક્યા છે. તો યુવરાજ સિંહ કિંગ્સ 11 પંજાબ, પૂણે વોરિયર્સ, મુંબઈ ઈન્ડિયન્સ, બેંગ્લોર, દિલ્હી ડેરડેવિલ્સ અને હૈદરાબાદ તરફથી રમી ચૂક્યા છે.
એરોન ફિંચની વાત કરીએ તો ફિંચ આઈપીએલમાં 75 મેચ રમી ચૂક્યા છે. જેમાં તે 73 ઈનિંગ્સમાં 1737 રન બનાવી ચૂક્યા છે. ફિંચ આઈપીએલમાં 13 હાફ સેન્ચ્યુરી પણ મારી ચૂક્યા છે. તેમનો હાઈએસ્ટ સ્કોર 88 રન (નોટઆઉટ) છે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
