B'day Special: ધોનીનું નંબર 7 સાથે ખાસ કનેક્શન છે
મહેન્દ્ર સિંહ ધોની આજે 38 વર્ષના થઇ ચુક્યા છે ધોનીએ જયારે ભારતીય ક્રિકેટમાં પગલું ભર્યું ત્યારથી જ ભારતીય ક્રિકેટને ચાર ચાંદ લાગી ગયા હતા.
મહેન્દ્ર સિંહ ધોની આજે 38 વર્ષના થઇ ચુક્યા છે ધોનીએ જયારે ભારતીય ક્રિકેટમાં પગલું ભર્યું ત્યારથી જ ભારતીય ક્રિકેટને ચાર ચાંદ લાગી ગયા હતા. પોતાના 15 વર્ષના કરિયરમાં ધોનીએ ભારતીય ટીમ માટે એવું કરી દીધું છે જે કોઈ પણ ક્રિકેટર માટે સરળ નથી. કિસ્મતના ધની મહેન્દ્ર સિંહ ધોની પણ લક જેવી બાબત પર વિશ્વાસ રાખે છે અને એ જ કારણથી તેમનો અને 7 નંબરના આંકડાનો ખાસ સંબંધ છે.
જુઓ ધોનીનું નંબર 7 સાથે ખાસ કનેક્શન..

7 જુલાઇના રોજ જન્મ
7 જુલાઇના રોજ જન્મેલા મહેન્દ્રસિંહ ધોની માટે સાતનો આંકડો હંમેશા ભાગ્યશાળી રહ્યો છે.

ગાડિયોનો નંબર
ધોનીની બાઇક, ઓડી, લૈંડ રોવર સહિત તમામ ગાડિયોનો નંબર 0007 છે.

ભારતીય ટીમમાં 7 નંબરની જર્સી
ભારતીય ટીમમાં 7 નંબરની જર્સીમાં જ મહેન્દ્ર સિંહ ધોની રમતા જોવા મળે છે.

2007માં જીત્યો હતો ટી-20 વર્લ્ડકપ
જ્યારે તેમણે પહેલીવાર ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો તો તે વર્ષ 2007 હતું.

ધોનીના લગ્ન
ધોનીના લગ્ન વિશે વાત કરવામાં આવે તો ધોનીએ ભલે ઉતાવળમાં લગ્ન કર્યા હોય પરંતુ લગ્ન માટે સાતમો મહિનો જ પસંદ કર્યો ધોની અને સાક્ષીના લગ્ન 4 જુલાઈ 2010 દરમિયાન થયા હતા.

દીકરી પાસે પણ લકી નંબર
તેમના જીવનમાં તેમની દીકરી પણ લકી નંબર 7ના સાથે જ આવી હતી. બેટીનો મૂળાંક 7 છે, કારણ કે બેટીનો જન્મ 06-02-2015ના રોજ થયો છે. તેનું જોડ સંપૂર્ણ રીતે 7 છે. 0+6+0+2+2+0+1+5 ને જોડવા માટે 16 આવે છે. 16 એટલે કે 1+6નો વત્તાકાર થાય છે 7.

જૂન 2007માં ધોની એ ગ્રેડ ખેલાડી
જૂન 2007માં ધોનીને એ ગ્રેડ ખેલાડી તરીકે સાઇન કરવામાં આવ્યા છે, 7માં નંબર પર બેટિંગ કરીને સૌથી વધારે 139 રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પણ ધોનીના નામે છે.

વનડે ક્રિકેટમાં 7000 રન
ધોનીએ જયારે વનડે ક્રિકેટમાં 7000 રન પુરા કર્યા, ત્યારે આવું કરનાર તેઓ ભારતના સાતમા બેટ્સમેન હતા.












Click it and Unblock the Notifications
