
રાજાના તેવર પડ્યા ઠંડા, બીસીસીઆઇ સામે કહ્યુ આટલી વાત તો માનીલો
Ramiz Rajaon Asia Cup: આગામી વર્ષે પાકિસ્તાનમાં એશિયા કપ થવાનો છે. તેને લઇને ઘમા પ્રકારની નિવેદન બાજી જોવા મળી રહી છે. બીસીસીઆઇ સચિવ જય શાહે એશિયા કપમાં ભારતીય ટીમને નહી મોકલવાનુ નિવેદન આપવામા આવ્યુ છે. ત્યાર બાદ રમીજ રાજાએ પણ પર્તિક્રિયા આપી હતી. હવે વધુ એક વાર રમીજ રાજા તરફથી આ મામલે નિવેદન આવ્યુ છે. રમીજ રાજાએ નિવેદન આપીને જણાવ્યુ છે કે, કેમ તણે કડક શબ્દોનો ઉપયોગ કર્યો. તેણે બીસીસીઆઇ પર આરોપ લગાવતા કહ્યુ કે, નિવેદનબાજી પહેલા ત્યાંથી શરૂ થઇ હતી.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના હેડ આઇસીસીથી નારાજ છે. રાજાએ કહ્યુ કે, જો પાકિસ્તાન સરકાર વર્લ્ડકપમાં સુરક્ષાના કારણોથી ટીમને ભારત મોકલવાનો ઇનકાર કરી દે તો શુ થશે. આ ભાવુક મામલો છે. બધી બાબતો બીસીસીઆઇ તરફથી શરૂ થાય છે .અમે ફક્ત જવાબ આપ્યો છે. ટેસ્ટ ક્રિકેટને ભારત અને પાકિસ્તાનની જરૂર છે. મેલર્બન ક્રિકેટ ગ્રાઉન્ડમાં શુ થયુ હતુ.? ત્યાં 90 હજાર ફેન્સ મેચ જોવા ગયા હતા. ઇરાન અને અમેરિકા ફીફામાં કેમ રમી રહ્યા છે. ફીફા અધ્યક્ષ આ મામલો આવ્યો હતો. ઇરાનમાં મહિલા અધિકારો સહિત ઘણા મામલા છે પરંતુ તેમણે ફુટબોલ હાથમાં ઉઠાવ્યો અને કહ્યુ કે, આ રમત ઘણી સમસ્યા હલ કરી શકે છે. રમતના માધ્યથી આપણે આ પ્રકારની માનસિક્તાનો હલ કાઢી શકીએ છીએ. બોલ અને બેટથી રમતી વખતે પણ વાતચીત થવી જોઇએ.
જય શાહે એશિયા કપમાં પાકિસ્તાનથી અન્ય જગ્યાએ શિફ્ટ કરવાની માગં કરી હતી. ત્યાર બાદ પીસીબી તરફથી ધણકી ભરેલા નિવેદન આવ્યા હતા. રમીજ રાજાએ કહ્યુ કે, જો એશિયા કપ પાકિસ્તાનમાં નહી રમાય તો અમે તેમા નહી રમીએ. આ સિવાય રાજાએે કહ્યુ કે, જો ટીમ ઇન્ડીયા પાકિસ્તાનમાં રમવા માટે નહી આવે તો આગલા વર્ષે અમે પણ ભારતમાં રમાનાર વર્લ્ડકપમાં રમવા માટે નહી જઇએ. પાકિસ્તાન વગર વર્લ્ડકપ કોણ જોશે.
બીસીસીઆિઇ તરફથી એશિયા કપને લઇને એક જ વાર નિવેદન આવ્યુ હતુ. ત્યાર બાદથી પીસીબી તરફથી લગાતાર નિવેનદ આવી રહ્યા છે. પાક બોર્ડ તરફથી કહેવામાં આવ્યુ છે કે, એશિયા કપને અન્ય જગ્યાએ શિફ્ટ ન કરી દેવામાં આવે. જો કે, આ નિર્ણય એશિયા કપ ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં થશે. પીસીબીના તેવર થોડા નરમ પડતા દેખાય છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો