For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020માં ચીની કંપની VIVO સાથે કરાર નહિ તોડે BCCI, જાણો બેઠકમાં કયા મહત્વના ફેસલા લીધા

IPL 2020માં ચીની કંપની VIVO સાથે કરાર નહિ તોડે BCCI, જાણો બેઠકમાં કયા મહત્વના ફેસલા લીધા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે પાછલા મહિને ગલવાન વેલીમાં થયેલ હિંસક અથડામણ બાદથી દેશભરમાં ચીની કંપનીઓ અને ચીની સામાન પ્રત્યે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. જે બાદથી સતત અટકળો લગાવવામાં આવી રહી હતી કે ભારતીય ક્રિકેટ બોર્ડ પણ યૂએઈમાં આયોજિત થઈ રહેલ IPL 2020 ના ટાઈટલ સ્પોન્સર VIVO સાથે કરાર તોડી શકે છે.

બીસીસીઆઈ કરાર નહિ તોડ

બીસીસીઆઈ કરાર નહિ તોડ

બીસીસીઆઈએ પણ ચીની કંપનીને પોતાના કરારની સમીક્ષા કરવાનો વાયદો કર્યો હતો. જો કે રવિવારે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ બીસીસીઆઈએ સ્પષ્ટ કરી દીધું કે તેઓ હાલ ચીની કંપની વીવો સહિત પોતાના પ્રત્યેક પ્રયોજકોના કરાર નહિ તોડે.

રવિવારે બેઠકમાં આ ફેસલા લેવાયા

રવિવારે બેઠકમાં આ ફેસલા લેવાયા

રવિવારે થયેલ મીટિંગ બાદ બીસીસીઆઈએ આઈપીએલ 2020ને સંયુક્ત અરબ અમીરાતમાં કરાવવા લીલી ઝંડી આપતા ટૂર્નામેન્ટમાં કોવિડ 19ના કારણે અસીમિત સંખ્યામાં ખેલાડીઓને બદલવાની મંજૂરી આપી. રવિવારે થયેલ વર્ચ્યુઅલ બેઠકમાં આઈપીએલ સંચાલન પરિષદે ફેસલો કર્યો કે ટૂર્નામેન્ટ 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી રમાશે.

આઈપીએલ જીસીના સભ્યએ કહ્યું કે...

આઈપીએલ જીસીના સભ્યએ કહ્યું કે...

આઈપીએલ જીસીના એક સભ્યએ નામ ના જણાવવાની શરત પર કહ્યું કે, હું માત્ર એટલું કહી શકું કે અમારા બધા જ સ્પોન્સર અમારી સાથે છે. ઉમ્મીદ છે કે તમે સમજી જ ગયા હશો.

જ્યારે બીસીસીઆઈએ આ મિટિંગ દરમિયાન અન્ય કેટલાય મોટા ફેસલા લીધા. જેમાંથી એક યૂએઈમાં મહિલાઓને આઈપીએલ આઈપીએલ (ચેલેન્જર્સ ટ્રોફી)નું આયોજન કરાવવાની પણ મંજૂરી આપી છે. આ દરમિયાન ટીમ પાસે દુનિયાભરમાં સ્વાસ્થ્ય સુરક્ષા સંબંધિત નાજુક પરિસ્થિતિને જોતા ખેલાડીઓને અસીમિત સંખ્યામાં બદલવાની મંજૂરી આપી દીધી છે.

આ તારીખે રમાશે આઈપીએલની ફાઈનલ મેચ

આ તારીખે રમાશે આઈપીએલની ફાઈનલ મેચ

આઈપીએલ જીસી સભ્યએ કહ્યું, ‘એક અઠવાડિયામાં અમને ગૃહ અને વિદેશ મંત્રાલયથી જરૂરી મંજૂરી મળવાની ઉમ્મીદ છે. 10 નવેમ્બરે ફાઈનલ રમાશે કેમ કે તેનાથી આ દિવાળીના અઠવાડિયામાં સામેલ થઈ જશે અને સ્પોન્સર માટે આ લોભામણો મોકો હશે.'

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
BCCI will not break agreement with Chinese company VIVO in IPL 2020, find out what important decisions were taken in the meeting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X