ઈન્ટરવ્યૂ કરવા આવેલી એન્કર સાથે પ્રેમ થઈ ગયો, રોમેન્ટિક છે બુમરાહ અને સંજના ગણેશનની લવ સ્ટોરી
જસપ્રીત બુમરાહ તેવી ધારદાર બોલિંગ માટે જાણીતો છે. જો કે એવુ નથી કે તે માત્ર બોલિંગ માટે જ ચર્ચામાં રહે છે. તે તેની લવ લાઈફને લઈને પણ ખુબ ચર્ચામાં રહે છે.
મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે સંજના ગણેશન સાથે લગ્ન કર્યા છે. બન્નેના ફોટો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

સંજના ગણેશન સ્પોર્ટ્સ એન્કર અને ટીવી પ્રેઝન્ટર છે. બુમરાહ અને સંજનાએ વર્ષ 2021માં લગ્ન કર્યા હતા. બંનેના લગ્નને લગભગ 3 વર્ષ થઈ ગયા છે. આ અવસર પર મુંબઈ ઈન્ડિયન્સે બંનેને અભિનંદન પાઠવ્યા છે. સંજના અને બુમરાહની લવ સ્ટોરી રસપ્રદ રહી છે.
અહેવાલો અનુસાર, બુમરાહ અને સંજનાની મુલાકાત એક ઈન્ટરવ્યુ દરમિયાન થઈ હતી. આ પછી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. બુમરાહ અને સંજનાની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને પછી બંનેએ લગ્ન કરી લીધા.
કમાણીની વાત કરીએ તો સંજના બુમરાહથી પાછળ નથી. રિપોર્ટ્સ અનુસાર તેની કમાણી 20 થી 40 લાખ રૂપિયા છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
બુમરાહની અત્યાર સુધીની કારકિર્દી શાનદાર રહી છે. તે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 62 T20 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન 74 વિકેટ લીધી છે.
બુમરાહે 89 વનડે મેચમાં 149 વિકેટ લીધી છે. તેણે 159 ટેસ્ટ વિકેટ પણ લીધી છે. બુમરાહ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે.












Click it and Unblock the Notifications
