Preview: શ્રીલંકાને હરાવી સેમિ-ફાઇનલમાં પહોંચવા ભારત તૈયાર
ચેમ્પિયન્સ ટ્રોફી 2017: પ્રિવ્યુ: ભારત વિ. શ્રીલંકા જૂન 8
ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાનને કારમી હાર આપનાર ટીમ ઇન્ડિયા ગુરૂવારે પોતાની બીજી મેચ શ્રીલંકા સામે રમશે. આ મેચમાં શ્રીલંકાને હરાવી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિ-ફાઇનલમાં સ્થાન મેળવવા ટીમ ઇન્ડિયા તૈયાર છે. પાકિસ્તાનને હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયા ફોર્મમાં છે, જ્યારે શ્રીલંકાને દ.આફ્રિકા સામે 96 રનથી માત મળી છે, આથી ટીમનું મનોબળ ઓછું થઇ ગયું છે.
ભારતે આ મેચમાં એક જ વાતની ચિંતા કરવાની છે, ઇંગ્લેન્ડનું વાતાવરણ. ઇંગ્લેન્ડમાં મેચના દિવસે 40 ટકા ભારે વરસાદની આગાહી છે. ભારત અને શ્રીલંકામાં ભારતની ટીમ દિગ્ગજોમાં લોકપ્રિય છે. ક્રિકેટના મહારથીઓનું માનવું છે કે, ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની વિજયગાથા યથાવત રાખવામાં સફળ થશે.

કપ્તાન વિના મેદાન પર ઉતરશે શ્રીલંકાની ટીમ?
શ્રીલંકાના કપ્તાન છેલ્લી મેચ નહોતા રમી શક્યા. એંજિલો મેથ્યૂઝ હવેની મેચ પણ કદાચ જ રમી શકે. શ્રીલંકાના અસ્થાયી કપ્તાન પર પહેલી જ મેચમાં ઓવરમાં મોડું કરવાને કારણે બે મેચનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હાલની પરિસ્થિતિમાં શ્રીલંકાની ટીમ ભારત સામે ખૂબ નબળી છે. વર્ષ 2015માં શ્રીલંકાના દિગ્ગજ ખેલાડીઓ કુમાર સંગકારા અને મહેલા જયવર્ધને ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ શ્રીલંકાની ટીમ ખાસી નબળી પડી ગઇ છે. આ મેચમાં શ્રીલંકાને મલિંગા પાસે સૌથી વધારે આશા છે.
સેમિ-ફાઇનલ પર ધ્યાન કેન્દ્રિત કરશે ભારત
ભારતની ટીમ પાસે મજબૂત બેટિંગ છે અને કમાલના બોલર્સ પણ છે. આથી ભારતનું સંપૂર્ણ ધ્યાન શ્રીલંકાને હરાવી સેમિ-ફાઇનલમાં સ્થાન મેળવવા પર કેન્દ્રિત હશે. આનું બાજુ કારણે એ છે કે, શ્રીલંકા બાદ ભારતીય ટીમનો મુકાબલો સૌથી મજૂબત ટીમ દ.આફ્રિકા સામે છે. દ.આફ્રિકાએ પહેલી જ મેચમાં શ્રીલંકાને 96 રનથી માત આપી હતી.
રોહિત શર્માની વાપસી ફાયદેમંદ
ભારતના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને શિખર ધવને ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી જ મેચમાં બતાવી દીધું છે કે, તેઓ ટીમને એક શાનદાર શરૂઆત આપવા માટે સક્ષમ છે. રોહિત શર્માએ ઘણા સમય બાદ વન ડે ક્રિકેટમાં વાપસી કરી છે અને પહેલી જ મેચમાં તેમની શાનદાર બેટિંગનો ટીમને ખાસો ફાયદો થયો છે.
વિરાટ અને યુવી અડગ
ભારતના કપ્તાન વિરાટ કોહલીની બેટિંગ અંગે કંઇ કહેવાની જરૂર નથી. પાકિસ્તાન વિરુદ્ધ વિરાટ 81 રન ફટકારી નોટ આઉટ રહ્યા હતા, શ્રીલંકા સામેની મેચમાં વિરાટનું આ પ્રદર્શન તેમના માટે ટોનિકનું કામ કરશે. યુવરાજ સિંહે પણ પાકિસ્તાન સામેની મેચમાં શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. 7 નંબર પર હાર્દિકનો પાવર પણ કમાલ કરી બતાવે છે. ભારતની શાનદાર બેટિંગ શ્રીલંકા માટે ઘાતક સાબિત થઇ શકે છે. ટીમ ઇન્ડિયાની બોલિંગની વાત કરીએ તો ભુવનેશ્વર કુમારની સ્વિંગ, ઉમેશ યાદવની પેસ અને બુમરાહની ડેથ ઓવર સ્પેશિયાલિટી કોઇ પણ ટીમને ધૂળ ચટાડવા માટે પૂરતી છે.
ભારત અને શ્રીલંકાની મેચ પહેલાં આ બંન્ને ટીમોના કપ્તાનનું શું કહેવું છે, જુઓ આ વીડિયોમાં...
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી






Click it and Unblock the Notifications
