Champions Trophy 2025 : ચેમ્પિયન ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત, શુભમન ગીલને લોટરી લાગી
Champions Trophy 2025 : પાકિસ્તાનની યજમાનીમાં યોજાવા જઈ રહેલી ચેમ્પિયન ટ્રોફી 2025 માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે ટીમની જાહેરાત કરી.
ચેમ્પિયન ટ્રોફી માટેની ટીમમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. ટીમમાંથી સંજુ સેમસન અને મોહમ્મદ સિરાજને બહાર કરાયા છે.

ચેમ્પિયન ટ્રોફી માટે રોહિત શર્માને ફરી એકવાર કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને શુભમન ગિલને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારબાદ તેની કેપ્ટનશીપ પર પણ પ્રશ્નો ઉભા થયા હતા.
આ સાથે વિરાટ કોહલીનું ફોર્મ પણ ચિંતાનો વિષય રહ્યું છે પરંતુ BCCI એ આ સિનિયર ખેલાડીઓના અનુભવ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેમને મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ માટે ટીમમાં સામેલ કર્યો છે.
ભારતે 2024માં રોહિત શર્માની કેપ્ટનશીપમાં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. તેના અનુભવ અને વ્યૂહાત્મક સમજને ધ્યાનમાં રાખીને BCCI એ તેમને ટીમની સમાન સોંપી છે.
2023 ODI વર્લ્ડ કપ દરમિયાન રોહિતની કેપ્ટનશીપ હેઠળ ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. શુભમન ગિલનું ઉપકપ્તાન બનવું એ દર્શાવે છે કે ટીમ ભવિષ્યમાં તેને ટીમના કેપ્ટન તરીકે જોઈ રહી છે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, રવિન્દ્ર જાડેજા, યશસ્વી જયસ્વાલ












Click it and Unblock the Notifications
