Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Chennai Super Kings Records : ફાઇનલમાં બેસ્ટ છે ચેન્નાઇ સુપર કિંગ્સ, જાણો CSKના રેકોર્ડ્સ

Chennai Super Kings Records : ગુજરાત ટાઇટન્સને હરાવીને ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમનો રેકોર્ડ 10મી વાર IPL ફાઇનલમાં પહોંચી છે. ચેન્નાઇ સુપર કિંગ્સ પોતાનું પાંચમુ ટાઇટલ જીતવા માટે મેદાનમાં ઉતરશે. ઉલ્લેખનીય છે કે, 28 મેના રોજ આઇપીએલની ફાઇનલ મેચ રમાશે.

ગુજરાતની ટીમ હવે બીજા ક્વોલિફાયરમાં બુધવારના રોજ લખનઉ સુપરજાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાનારી એલિમિનેટર મેચના વિજેતા સાથે ટકરાશે. બીજા ક્વોલિફાયરમાં જે પણ ટીમ વિજેતા બનશે તે 28 મે, રવિવારના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ સામેઆઈપીએલની ફાઈનલ રમશે.

Chennai Super Kings Records

ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ચાર વખત આઈપીએલ ટ્રોફી જીતી ચુકી છે અને આ વખતે તે તેની 10મી આઈપીએલ ફાઇનલ રમશે. IPL ફાઇનલમાં ચેન્નાઇ સુપર કિંગ્સનો રેકોર્ડ શાનદાર છે.

આઈપીએલના ઈતિહાસમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે અત્યાર સુધી રમાયેલી 9 ફાઇનલ મેચોમાં 4 વખત જીત મેળવીને 4 ટ્રોફી જીતી છે અને જ્યારે 5 વખત ફાઈનલમાં હારીને તેને રનર અપ બનવું પડ્યું છે.

IPLના ઈતિહાસમાં માત્ર એક જ ટીમ એવી છે, જેણે ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કમર તોડી હોય. ચેન્નાઈ સુપર કિંગ્સે જે પાંચ IPL ફાઈનલ મેચો હારી છે, તેમાંથી 3 વખત મુંબઈ ઈન્ડિયન્સ ટીમને હાર આપી છે.

મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 2013, 2015 અને 2019ની આઈપીએલ ફાઇનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને ટાઈટલ જીતવાનું સપનું તોડી નાખ્યું છે. IPLના ઈતિહાસમાં સૌથી વધુ વખત IPL ટ્રોફી જીતવાનો રેકોર્ડ મુંબઈ ઈન્ડિયન્સના નામે છે.

આઈપીએલ ફાઇનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો અત્યાર સુધીનો રેકોર્ડ

  • 2008 - ચેન્નાઈ VS રાજસ્થાન - રાજસ્થાને ફાઇનલમાં હરાવ્યું
  • 2010 - ચેન્નાઈ VS મુંબઈ - ફાઇનલમાં મુંબઈને હરાવીને ટ્રોફી જીતી
  • 2011 - ચેન્નાઈ VS બેંગ્લોર - ફાઇનલમાં બેંગ્લોરને હરાવીને ટ્રોફી જીતી
  • 2012 - ચેન્નાઈ VS કોલકાતા - કોલકાતાએ ફાઇનલમાં હરાવ્યું
  • 2013 - ચેન્નાઈ VS મુંબઈ - મુંબઈએ ફાઇનલમાં હરાવ્યું
  • 2015 - ચેન્નાઈ VS મુંબઈ - મુંબઈએ ફાઇનલમાં હરાવ્યું
  • 2018 - ચેન્નાઈ VS સનરાઈઝર્સ - ફાઇનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને ટ્રોફી જીતી
  • 2019 - ચેન્નાઈ VS મુંબઈ - મુંબઈએ ફાઇનલમાં હરાવ્યું
  • 2021 - ચેન્નાઈ VS કોલકાતા - ફાઇનલમાં કોલકાતાને હરાવીને ટ્રોફી જીતી
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X